પાદરાઃ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી કિશોરની હત્યા, હવસખોરની પોલીસે કરી ધરપકડ
આ અંગેની વિગતો એવી છે કે, માસર ગામના કિશોરને આરોપી વિક્રમ જેઠવા લાલચ આપીને ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં, આ પછી કિશોર કોઇને કહી દેશે તેવી દહેશતથી પહેલા ગળું દબાવી અને પછી તિક્ષ્ણ હથિયાર વડે કિશોરની હત્યા કરી નાંખી હતી.
વડોદરાઃ પાદરના માસર ગામે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા પછી હત્યા કરી નાંખતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં નરાધમ વિક્રમ જેઠવાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કિશોરની ચાર દિવસ પહેલા હત્યા કરેલી લાશ મળી આવી હતી.
ચાર દિવસ પહેલા વિક્રમ કિશોર લલચાવી ફોસલાવી અપહરણ કર્યા પછી તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરી નાંખી હતી. આ અંગે વડુ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતાં આરોપી વિક્રમ જેઠવાએ કિશોરની હત્યા કરી હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.