એમ એસ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ કહ્યું, હું ફેકલ્ટીમાં જતી હતી ત્યારે પ્રોફેસરે મને સ્પર્શ કર્યો પછી શું થયું...
પ્રોફેસર ચેતન પંચાલને શૈક્ષણિક કાર્ય તેમજ પરીક્ષા સંબધિત કામગીરીથી અળગા રાખવાનો નિર્ણય કર્યો છે. વીસીએ ફાઈનલ રિપોર્ટ ટૂંક સમયમાં આપવાની સૂચના પણ આપી છે.
સતત બે કલાક સુધી ચાલેલી બેઠકમાં વિદ્યાર્થિનીને ન્યાય મળશે તેવી ખાતરી આપવાની સાથે તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, મિકેનિકલ વિભાગના હેડ પ્રો.ડી.એસ.શર્માની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીએ વિદ્યાર્થિની, સહપાઠીઓ અને પ્રાધ્યાપકનાં નિવેદનો લઈને નોંધ્યા છે.
પ્રોફેસર ચેતન પંચાલને શૈક્ષણિક કાર્ય તેમજ પરીક્ષા સંબધિત કામગીરીથી અળગા રાખવાનો નિર્ણય કર્યો છે. વીસીએ ફાઈનલ રિપોર્ટ ટૂંક સમયમાં આપવાની સૂચના પણ આપી છે.
જોકે વીસીની મુલાકાત ન થતાં સતામણીનો ભોગ બનનાર વિદ્યાર્થિનીએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગતાં અભયમની ટીમ તથા સયાજીગંજ પોલીસ હેડ ઓફિસ ખાતે દોડી આવી હતી. અભયમની ટીમ સાથે વિદ્યાર્થિનીએ વીસી પરિમલ વ્યાસ તથા રજિસ્ટ્રાર નીરજા જયસ્વાલ સાથે બેઠક કરી હતી.
વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના પ્રાધ્યાપક પ્રોફેસર સી.જે.પંચાલ સામે પોતાના ડિપાર્ટમેન્ટની સૌરાષ્ટ્રની અને દિલ્હીની વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જેના પગલે પ્રોફેસર પંચાલની સામે સમિતિ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. એક વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે કે, હું ફેકલ્ટીમાં જતી હતી ત્યારે પ્રોફેસરે મને પાછળથી આવીને અભદ્ર રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ હું તેમનાથી દૂર રહેવાનું શરૂ કર્યું.
વિદ્યાર્થી વિકાસ સંઘની આગેવાનીમાં ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે ભોગ બનનાર વિદ્યાર્થિની યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. મોટી સખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતાં હેડ ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.