વડોદરાઃ વેપારીને નોકરની પત્ની સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમિકા-પતિને લઈ ફરવા પાવાગઢ લાવ્યો ને શું કર્યું ?
રમેશની હાલત ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પાવાગઢના સરપંચે આપેલી ફરિયાદ બાદ પોલીસે સુનિલને અને રમેશની પત્નીને શોધવા માટે દોડધામ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે આ લોકો બસ દ્વારા પાવાગઢ આવ્યા હતા અને પાવાગઢ મંદિર તરફ જવાને બદલે તેઓ જંગલમાં જતા રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુનિલ તરફથી અચાનક થયેલા હુમલામાં રમેશને ગળા પર અને પેટમાં ચપ્પુઓના ઘા વાગતા બેભાન થઇને ઢળી પડયો હતો. જે બાદ સુનિલ અને રમેશની પત્ની બન્ને ફરાર થઇ ગયા હતા. રમેશને હોશ આવતા તે લોહીલૂહાણ હાલતમાં હિમ્મત કરીને રોડ સુધી આવ્યો હતો. રોડ પર લોકોએ તેને જોતા એમ્બ્યુલન્સ બોલાવી હતી અને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
આથી સુનિલે પાવાગઢ ફરવા જવાનો પ્લાન કર્યો હતો અને તેમની સાથે રમેશ અને તેની પત્નીને પણ લીધા હતા. તેઓ ઘરેથી નીકળી મેઇન રોડથી લગભગ એક દોઢ કિ.મી. અંદર આ લોકો પહોંચ્યા હતા અને ખુલ્લા જંગલમાં જ રાતવાસો કર્યો હતો. વહેલી સવારે રમેશ ઝાડ પર ચઢીને દાતણ તોડી લાવ્યો હતો અને દાતણ કરતો હતો ત્યારે જ પાછળથી સુનિલ રમેશ પર ચપ્પુ લઇને તુટી પડ્યો હતો.
વડોદરાઃ વાપીના એક વેપારીને પોતાને ત્યાં કામ કરતા નોકરની પત્ની સાથે સંબંધ બંધાતા નોકરની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વેપારી નોકરને પાવાગઢ લઈ ગયો હતો અને અહીં નોકરીને છરીના ઘા મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નોકર બચી ગયો છે. બીજી તરફ વેપારી અને નોકરની પત્ની ફરાર થઈ ગયા છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે વાપીના વેપારી સુનિલ ડામોરના ઘરે રમેશ છત્રી નામનો યુવક કામ કરતો હતો. અહીં રમેશની પત્ની પણ અવાર-નવાર આવતી હતી. જેથી સુનિલની નજર તેના પર પડી હતી અને બંને વચ્ચે સંબંધ પણ બંધાયા હતા. જોકે, આ સંબંધમાં રમેશ આડખીલી બનતો હોવાથી તેનો કાંટો કાઢવાનું સુનિલે નક્કી કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -