સુરતઃ PSIને બંગાળી યુવતી સાથે બંધાયા સંબંધ, ભગાડી ગયો પછી પોલીસ ફરિયાદ થતાં શું કર્યું ?
દેવદાસના વકીલ અશ્વિન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પરિણિત સ્ત્રીને પોતાની સાથે રાખી ફોજદારી ગુનો આચરેલ છે જેથી ફરિયાદ અંકલેશ્વરની કોર્ટમાં કરવામાં આવી છે. પીએસઆઈ સમીર પરમાર ચંદાને ભગાડી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની સાથે પીએસઆઇ સમીર પરમાર પણ આવ્યો હતો.દેવદાસ બિશ્વાસે જીઆઇડીસી પોલીસને શું જવાબ આપ્યો તે અંગે યોગ્ય જવાબ નહિ આપતા હોવાની રાવ સાથે અંકલેશ્વર જ્યુડીશ્યલ ફ.કે.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ આપતા કોર્ટ દ્વારા 497,4,98 મુજબ ફરિયાદ આધારે સી.આર.પી.સી કલમ 10 મુજબ દિન 40 માં જીઆઇડીસી પોલીસ પાસે તપાસ રિપોર્ટ માગ્યો છે.
પત્ની ગુમ થતાં તેના પતિએ જીઆઇડીસી પોલીસ મથકે ગત 30 મી ઓક્ટોબર 2017ના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. 11 નવેમ્બર 2017ના રોજ જીઆઇડીસી પોલીસ મથકે ચંદાબેન જવાબ લખાવા આવ્યા હતા.
અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પીએસઆઇની એક પરિણીતા સાથેની લવસ્ટોરી ચર્ચાનો વિષય બની છે. અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતી બંગાળી પરિણીતાને પીએસઆઇ ભગાડી જતાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર, પોતાની પત્નીને કામરેજના પીએસઆઇ સમીર પરમાર ભગાડી ગયા હોવાના આક્ષેપ સાથે તેના પતિએ અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી જાણકારી પ્રમાણે, બંગાળી દંપતિ દેડિયાપાડામાં રહેતું હતું. આ સમય દરમિયાન સમીર પરમાર વાલિયામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન તે બંગાળી પરિણીતાના પરિચયમાં આવ્યો હતો. સમય જતાં બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
મૂળ પશ્ચિમ બંગાળના વતની અને જીઆઇડીસી કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા દેવદાસ જીતેન્દ્રરાય બિશ્વાસની પત્ની ચંદા ગત તારીખ 29 મી ઓક્ટોબરના રોજ સાંજે છ વાગ્યે તેના પુત્રને એમ કહીને ગઇ હતી કે તે બહાર જાય છે અને હવે પાછી ફરવાની નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -