વડોદરાઃ સગીરાને યુવાન સાથે હતા સેક્સસંબંધ, યુવકના થઈ ગયા લગ્ન પછી શું થયું?
આ અંગેની વિગતો એવી છે કે, આજવા રોડ પર આવેલા રામદેવનગરમાં રહેતી 17 વર્ષીય માનસી(નામ બદલ્યું છે) અને અર્જુન ભરવાડ એક જ શેરીમાં રહે છે. બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતા. આ દરમિયાન બંને વચ્ચે અનેકવાર શારીરિક સંબંધો બંધાયા હતા. અર્જુન ક્યારેક માનસીના ઘરે તો ક્યારેક અન્ય જગ્યાએ લઈ જઈને તેની સાથે સેક્સ સંબંધો બાંધ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાતા સાથે બાપોદ પોલીસ સ્ટેશન પહોંચેલી માનસીએ પોલીસને સમગ્ર હકિકત જણાવતાં પોલીસે સગીરાના નિવેદનને આધારે અર્જુન ભરવાડ સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે બળાત્કારની ફરિયાદ થતાં અર્જુન હાલ ફરાર થઈ ગયો છે.
દરમિયાન આ વર્ષે અર્જુનના લગ્ન થઈ જતાં માનસીએ તેની સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. તેમજ માનસી પરિવાર સાથે અન્ય સ્થળે રહેવા જતી રહી હતી. જોકે, લગ્ન બાદ પણ અર્જુને માનસીનો પીછો છોડ્યો નહોતો. તે માનસીને ધાકધમકી આપીને પોતાની સાથે લઈ જતો હતો અને તેની સાથે સંબંધ બાંધતો હતો.
અર્જુન સાથેના સેક્સસંબંધથી કંટાળેલી માનસીએ અર્જુને બોલાવે ત્યારે જવાનો ઇનકાર કરવા લાગતા અર્જુને તેને અને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી. જેને કારણે માનસીને અર્જુનને તાબે થવું પડતું હતું. જોકે, અંતે માનસી હિંમત ભેગી કરીને બાપોદ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને હવસખોર અર્જુન ભરવાડ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલા રામદેવ નગરમાં રહેતી સગીરાએ તેની પાડોશમાં રહેતા પૂર્વ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાએ પરણીત પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા યુવક હાલ ફરાર થઈ ગયો છે. યુવકના લગ્ન થઈ ગયા પછી પણ સગીરા સાથે પરાણે સેક્સસંબંધ રાખતો હોવાનો પણ ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -