વડોદરાઃ પ્રેમીને મળવા લઈ જવાનું કહી ગેસ્ટહાઉસમાં લઈ જઈ વિદ્યાર્થિની પર યુવકે ગુજાર્યો બળાત્કાર
થોડા દિવસ પછી એજાઝશાએ યુવતીને ફોન કરી ફરી મળવા માટે બોલાવી હતી. જો મળવા ન આવે તો ફોટો ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઘમકી પછી યુવતીએ સમગ્ર બાબત તેના પિતાને કહી હતી. આ પછી યુવતી તેના પિતા સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન પર પહોંચીને બળાત્કાર તેમજ ધમકીની ફરિયાદ નોંધાવતા એજાઝશાની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસે યુવતી કોલેજથી એજાઝશા સાથે તેની બાઇક પર આજવા ગાર્ડન શાહીલને મળવા માટે ગઈ હતી. ગાર્ડનમાં અડધો કલાક બેઠા બાદ એજાઝશાએ જણાવેલ કે ખુલ્લામાં આપણે બેસીશુ તો કોઇ જોઇ જશે જેથી કોઇ હોટલમાં જઇએ. એજાઝશાની વાત માની યુવતી તેની સાથે વૃંદાવન ગેસ્ટહાઉસમાં ગઈ હતી. તેઓ ત્યાંના રૂમમાં રાહ જોવા માટે બેઠાં હતાં.
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાના વેપારીની 20 વર્ષીય દીકરી વાઘોડિયા તાલુકાની કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે. દરમિયાન બસમાં બેસીને તે સાવલી જતી હતી, ત્યારે શાહીલશા અકબરશા દિવાન નામના યુવક સાથે પરિચયમાં આવી હતી અને બંને અવારનવાર મળતાં હતા. આ અંગે એક વર્ષ પહેલાં પિતાને જાણ થઈ જતાં તેમણે દીકરીને ચેતવણી પણ આપી હતી.
થોડા દિવસ અગાઉ એજાઝશા દિવાન કોલેજ આવ્યો હતો અને યુવતીને મળીને શાહીલનો મેસેજ આપ્યો હતો કે, પોતે ખૂબ દુઃખી છે અને મળવા માંગે છે, તે લગ્ન કરવાની પણ ના પાડે છે. આ મેસેજ આપી તું કોઇપણ હાલતમાં તેને મળી લે તેમ કહ્યુ હતું. આથી યુવતીએ ગત ૧૪ ડિસેમ્બરના રોજ શાહીલને મળવાનું નક્કી કર્યુ હતું.
શાહીલશા અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા પછી વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી નવીનગરી ખાતે રહેતો શાહીલશાનો પિતરાઈ ભાઈ એજાઝશા યુસુફશા દિવાસ(ઉ.વ.22) યુવતીને મળવા આવતો અને શાહીલશાના મેસેજ તેને આપતો હતો.
વડોદરાઃ વાઘોડિયાની એક કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેના પ્રેમીના પિતરાઇ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં, આ મુસ્લિમ યુવકે ગેસ્ટહાઉસમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યા પછી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા અને પછી ફેસબૂક-વોટ્સએપ પર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
આ પછી એજાઝશાએ પોત પ્રકાશ્યું હતું અને સાડા અગીયાર વાગે તારી મુલાકાત સાહીલ સાથે કરાવવી હોય તો તારા કપડા ઉતાર તેમ કહી બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં નગ્ન ફોટા પાડી તારો ફોટો મારા મોબાઇલમાં છે, જો હું કહું તેમ નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ. દરમિયાન હોટલનો સમય થઇ ગયો હોવાથી રૂમ છોડવી પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -