4 હોટલોનો માલિક આ ગુજરાતી કરોડપતિ હોવા છતાં કરે છે ચોરી, જાણો ક્યારે અને કેમ થાય છે તેને ચોરીની ઈચ્છા?
પોલીસને એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે 20-02-17ના રોજ પૂર્ણ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં પૂણેથી જોધપુર જઈ રહ્યો હતો. ત્યારે મારી પાસે 48 હજારની કિંમતનું લેપટોપ ચોરાઈ ગયું હતું. પોલીસે તેની શોધખોળ કરતા એક અજાણ્યો શખ્સ મળી આવ્યો હતો. જેની પોલીસે પૂછપરછ કરતા તેને ચોરી કરી હોવાની કબૂલાતની સાથે પોલીસને રૂપિયા 81070નો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા રેલ્વે પોલીસે આ ચોરની કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ દિલીપસિંહ રામસુરતસિંહ પટેલ જણાવ્યું હતું. અને તેને જણાવેલી વાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેને પોલીસને જણાવ્યું હતું કે હું આટલો કરોડપતિ હોવા છતાં ટ્રેનમાં બેસું ત્યારે ચોરી કરવાનું મન થાય છે. જેના કારણે હું ચોરી કરું છું. આ ચોરે 10થી વધુ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેના 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા: આજકાલ ચોરોની વાત તો ચારેબાજુ થઈ રહી છે. પોલીસને એવા કેટલાયે ચોરો ઝડપાય છે જે કરોડપતિ હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. રેલ્વેના સામાન્ય કોચમાં મુસાફરી કરતો અને ફાઈવ સ્ટાર હોટેલમાં રહેતો બી.એસ.સી પાસ કરોડપતિ ચોરને રેલ્વે પોલીસે દબોચ્યો છે. પોલીસે આ ચોર પાસેથી એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ચોરની પ્રાથમિક તપાસમાં કબલ્યું હતું કે તેની પાસે ચાર ગાડીઓ અને એક ગેસ્ટ હાઉસનો માલિક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -