જયેશના વીર્યના નમૂના અને વિદ્યાર્થીનીના ગુપ્તાંગમાંથી મળેલા વીર્ય અંગે શું આવ્યો એફએસએલનો રીપોર્ટ ? જાણો
આ અંગે એલસીબી પી.આઈ. ચૌધરીએ જણાવ્યું છે કે, પોલીસે વિદ્યાર્થિનીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. તેના વાળ, નખ, લાળ, લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીને જયેશ પટેલ પાસે મૂકવા જનાર ભાવના ચૌહાણ તેમજ જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી પછી જયેશ પટેલનું પણ વડોદરા અને અમદાવાદમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાઃ પોતાની જ યુનિવર્સિટીની નર્સિંગની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારનારા જયેશ પટેલ સામેના કેસમાં પોલીસને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. પોલીસે જયેશ પટેલના વીર્યના નમૂના સુરત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ને મોકલ્યા હતા. બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનાના ગુપ્તાંગમાંથી પણ વીર્યના નમૂના લેવાયા હતા. આ બંને વીર્યના નમૂના એક જ હોવાનું એફએસએલની તપાસમાં સાબિત થયું છે.
પોલીસે જયેશ પટેલનો સીમેન તેમજ પોટેન્સી ટેસ્ટ કરાવ્યો હતો. બંને ટેસ્ટ પોઝિટિવ જણાયા હતા. આ પછી 26 જૂને તમામ નમૂના સુરત એફએસએલમાં મોકલી આપ્યા હતા. આ નમૂનાનો રિપોર્ટ 1 ઓગસ્ટે પોઝિટિવ આવ્યો હતો. જયેશ અને વિદ્યાર્થિનીના નમૂનામાં ડીએનએ પ્રોફાઇલમાં સામ્યતા જોવા મળી હતી. વિદ્યાર્થિનીની મેડિકલ તપાસમાં જયેશના સીમેનની હાજરી હોવાનો એફએસએલએ રિપોર્ટ આપ્યો છે.
જયેશ સામેના કેસમાં આ રિપોર્ટ મહત્ત્વનો પુરાવો બની રહેશે. વિદ્યાર્થિનીના પરીક્ષણના નમૂનામાં જયેશના વીર્યની હાજરી જણાઇ હોવાનો સુરત એફએસએલે રિપોર્ટ આપતાં વિદ્યાર્થિની પર જયેશ પટેલે બળાત્કાર ગુજાર્યો હોવાનું સાબિત થયું છે. જયેશ પટેલ સામે વિદ્યાર્થિનીએ 18 જૂને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -