'હું પારુલ યુનિ.ના તમામ કૌભાંડોની વિગત જાણતો હતો, મારું શું કરી નાંખે તેની ખબર નથી', ક્લાર્કનું રહસ્યમય મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૃતકના મોટાભાઇ શૈલેષભાઇ રાણાએ જણાવ્યુ હતું કે, ભાઇ હરીશના મોંઢામાં, બંને ખભા ઉપર તેમજ શરીરના પાછળના ભાગે ઇજાના નિશાન જણાઇ આવ્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મારા ભાઇ સાથે અઘટીત ઘટના બની છે. મારો ભાઇ કમાટીબાગ પાસે કેવી રીતે પહોંચ્યો તે રહસ્ય છે. મારા ભાઇ હરીશના મોતનું ચોક્કસ કારણ બહાર આવે.
હરીશે સાંઇ ટ્રેડર્સ માટે લખેલ છે કે, સાંઇ ટ્રેડર્સના કહેવા પ્રમાણે બીલ ન બનાવતા મારા ઉપર કમિશન માંગ્યાનો આક્ષેપ કર્યો હતો. તે બાદ ગત શનિવારે બે વર્ષ દરમિયાન રૂપિયા 1,20,000 બક્ષીસ પેટે લીધા હોવાનું જબરજસ્તીથી લખાવી લીધું છે.
હિતેશે લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે, મારી બેગમાં પેઇન ડ્રાઇવ છે. જેમાં યુનિવર્સિટીના તમામ સ્ટાફનો પગાર લખેલો છે. તે જોવાથી પારૂલ યુનિવર્સીટી દ્વારા કેવી રીતે કૌભાંડ આચરવામાં આવે છે. તેની ખબર પડી જશે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું તો ઠીક અમારું પણ શોષણ કરવામાં આવતું હતું.
વડોદરાઃ પારૂલ યુનિવર્સીટીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હરીશભાઇ ઇશ્વરભાઇ રાણાની લાશ તેમની કારમાંથી મળી આવી છે. તેમના રહસ્યમય મોતથી ભારે ચર્ચા જાગી છે. ત્યારે હરીશના પરિવારજનોએ હત્યા થયાની શંકા વ્યક્ત કરી છે. જ્યારે પોલીસે તેમનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું જણાવી રહી છે. બીજી તરફ મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.
જો કોઇ કર્મચારી અવાજ ઉઠાવે તો તેઓ કર્મચારીને ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપે છે અને કર્મચારી ગભરાઇ જાય તો તેની પાસે પોતાનું ધાર્યું ખોટું કામ કરાવાય છે. મૃતક હિતેશે પાસ કરવા માટે વિદ્યાર્થીઓ પાસે વધારાના પૈસા લેવાતા હોવાના આક્ષેપ સહિત પારૂલ યુનિવર્સિટીમાં ચાલતા આર્થિક કૌભાંડોનો પર્દાફાશ પોતાની ચિઠ્ઠીમાં કર્યો છે.
નોંધનીય છે કે, વડોદરા શહેરના જુના પાદરા રોડ ઉપર આવેલી ડી-140, ટાગોર નગરના રહેવાસી અને પારૂલ યુનિવર્સીટીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હરીશભાઇ ઇશ્વરભાઇ રાણાનો મૃતદેહ મંગળવારે રાત્રે કમાટીબાગ અમુલ પાર્લર પાસે તેઓની જ કારમાંથી રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો. હાલ હરીશના મોત અંગે સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
હિતેશે ચિઠ્ઠીમાં આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સીટીના વહીવટકર્તાઓ દ્વારા ઓન પેપર ફરજ બજાવતા ડો. આર.એલ. ઠાકર, ડો. નટુભાઇ પટેલ જેવા અનેકની મારી પાસે સહીઓ કરાવતા હતા. આ તમામ ઓન પેપર સ્ટાફ સાથે તેઓ સેટીંગ કરી લેતા હતા અને ઇન્સ્પેકશનના દિવસે બોલાવી લેતા હતા અને કૌભાંડ આચરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -