વડોદરાઃ પારુલ યુનિ.માં ભણતા ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટુડન્ટે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
શકીલે ભાઇ હફીઝના આપઘાતના સમાચાર તેના જુનાગઢ ખાતે રહેતા પરિવારજનોને કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. મહંમદ હફીઝ રાજાવાડા અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં, તેણે કયા કારણોસર આપઘાત કરી લીધો. તે રહસ્ય અકબંધ છે. વાઘોડિયા પોલીસે હફીઝના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહંમદ હફીઝે સુસાઇડ કરતા પહેલાં પોતાની મમ્મીને સંબોધન કરતી ચિઠ્ઠી લખી છે. જેમાં લખ્યું છે કે, સોરી મોમ...નો વન ઇઝ રીસ્પોન્સિબલ ફોર સુસાઇડ. વાઘોડિયા પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. મહંમદ હફીઝ અને તેનો મોટો ભાઇ મહંમદ શકીલ રાજાવાડા મીના પાર્ક સોસાયટીમાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા.
દરવાજો ખોલતા જ ઘરમાં પ્રવેશેલા શકીલે ભાઇ હફીઝને પંખાના હુક ઉપર લટકતો જોતા સ્તબ્ધ થઇ ગયો હતો અને રડવાનું શરૂ કરી દીધું હતું. રડવાનો અવજા સાંભળી આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે.
મહંમદ હફીઝ અભ્યાસ કરતો હતો. જ્યારે શકીલ વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં નોકરી કરતો હતો. શકીલ મંગળવારે સવારે નોકરીએ ગયો હતો. રાત્રે ઘરે પરત ફર્યો ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઇ જવાબ ન આવતા શકીલે ભાઇના ફોન ઉપર 3 વખત ફોન કર્યો હતો. જોકે, ફોન રિસીવ ન કરતા શકીલ ગભરાઇ ગયો હતો. દરમિયાન તેણે દરવાજાને ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો.
કેશોદ તાલુકાના બાલા ગામનો વતની મોહંમદ હફીઝ અબ્દુલસત્તાર રાજાવાડા (ઉં.વ.24) વાઘોડિયા નગરમાં આવેલી મિના પાર્ક સોસાયટીમાં ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. બીજા વર્ષના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા મોહંમદ હફીઝે મંગળવારે સવારથી રાત્રે 8-30 વાગ્યાના સમયગાળા દરમિયાન અગમ્ય કારણોસર રસોડાના પંખાના હુક ઉપર પ્લાસ્ટીકના દોરડાથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
વડોદરાઃ મૂળ જૂનાગઢના અને પારૂલ યુનિવર્સિટીના મિકેનીકલ ડિપ્લોમાંના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ આપઘાત પહેલાં સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું છે કે, સોરી મોમ...નો વન ઇઝ રીસ્પોન્સિબલ ફોર સુસાઇડ...' (મમ્મી મને માફ કરજો, મારા આપઘાત માટે કોઇ જવાબદાર નથી).મોહંમદે પ્રથમ વર્ષમાં મિકેનીકલ ડિપાર્ટમેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -