વડોદરાઃ 70 હજારમાં વેચેલી યુવતી પરત ફરતાં સહકર્મીએ ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધી, શું છે ચોંકાવનારી વિગત?
વડોદરાઃ વાસદની દલિત યુવતીને સહકર્માચારીએ 70 હજારમાં વેચી દેવાનો અને અંજારના ખરીદનારાની ચુંગાલમાંથી પરત ફરી રહેલી આ યુવતીને આ જ સહકર્મી યુવકે ચાલું ટ્રેનમાંથી ફેંકી દઇને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો છે. એટલું જ નહીં, આ યુવતી અત્યારે અઢી મહિના ગર્ભવતી છે, ત્યારે પોલીસે હિન્દુ મહાસભાની દરમિયાનગીરી પછી આ દિશામાં તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીનો આક્ષેપ છે કે, તે અંજારથી ભાગીને પોતાના પ્રેમી પારસ પાસે જતી હતી, ત્યારે અલ્પેશે તેને ટ્રેનમાંથી ફેંકી દઈને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત અખિલ ભારતીય હિન્દુ મહાસભાનાં મહિલા પ્રમુખે રેલવે પોલીસને જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ભરૂચ સિવિલથી વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, વાસદની દલિત યુવતી કરજણની હોટલમાં કામ કરતી હતી. જ્યાં અલ્પેશ પણ સફાઇનું કામ કરતો હતો. આ અલ્પેશે યુવતીને ચાર મહિના પહેલા કચ્છના અંજાર ખાતે રૂ.70 હજારમાં વેચી મારી હતી. દરમિયાન ગત 10મી એપ્રિલે આ યુવતી આ લોકોની ચુંગાલમાંથી છટકીને ટ્રેનમાં પરત ફરી રહી હતી. જેની જાણ અલ્પેશને થતાં તેણે વલણ પાસે યુવતીને પકડીને ચાલું ટ્રેનમાંથી ફેંકી દીધી હતી.
તબીબો ઇજાગ્રસ્ત યુવતીને ઘટના અને ઇજા અંગે પૂછતા હતા, ત્યારે તે પોતાના ગળામાં પહેરેલું મંગળ સૂત્ર પકડી રાખતી હતી. હિંદુ મહાસભાના વૈશાલીબેને જણાવ્યુ હતું કે યુવતીનાં તેના પ્રેમી પારસ સાથે લગ્ન થયાં છે. જો કે યુવતી કાઇ યોગ્ય જવાબ આપતી નથી. અનેક ગૂંચવણોમાં અટવાયેલી ઘટના અંગે યુવતીના પિતા, પ્રેમી અને યુવતી સહિત સામાજિક કાર્યકરની વિગતોનાં તાણાવાણા મેળવવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. મોડી રાત્રે વૈશાલીબેનની ફરિયાદના આધારે રેલવે પોલીસે અલ્પેશ વિરુદ્ધ આઇપીસી 307 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીનાં માતા-પિતા પોતાની દીકરી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવી રહ્યા છે અને તે અવારનવાર ઘરેથી ભાગી જતી હોવાનું તેમનું કહેવું છે. ત્યારે યુવતી માનસિક અસ્વસ્થ છે કે કેમ તે અંગે મનોચિકિત્સકની તપાસ કરાવાશે. અહીં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, યુવતી અઢી મહિના ગર્ભવતી છે. તો ટ્રેનમાંથી ફેંકી દીધેલી યુવતીના પેટમાં બાળક હેમ-ખેમ કેવી રીતે રહ્યું? આ બાળક તેના પ્રેમીનું છે કે અન્ય કોઇનું? તે પ્રશ્નો ઉઠ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -