✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પારૂલ યુનિ.ના પૂર્વ પ્રોફેસર-યુવતીની લવ સ્ટોરીઃ વશમાં કરવા ગર્લફ્રેન્ડને બાંધ્યો કાળો દોરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2016 03:10 PM (IST)
1

વડોદરાઃ જયેશ પટેલ બળાત્કારકાંડ પછી ચર્ચામાં આવેલી વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસરે વડોદરામાં નોકરી કરતી એક યુવતીની છેડતી કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ પૂર્વ પ્રોફેસર અને યુવતી વચ્ચે પહેલા પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પ્રોફેસર યુવતીને પ્રેમસંબંધ ચાલુ રાખતો હોવાનું દબાણ કરતો હોવાનું અને છેલ્લા ઘણાં સમયથી તેનો પીછો કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રોફેસરની બીજી પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

2

ઉદય પારુલ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો, ત્યારે આ યુવતી પણ ત્યાં અભ્યાસ કરતી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સમયે ઉદયે વિદ્યાર્થિનીને વશમાં કરવા અનેકવિધ હથકંડા અપનાવ્યા હતા. પ્રોફેસરે માતાજીનો દોરો છે, તેમ કહી વિદ્યાર્થિનીને કાળો દોરો પણ બાંધ્યો. ઉદયે સાત મહિના પહેલા યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી દીધું છે.

3

મૂળ બોટાદનો અને હાલ વડોદરાના રેસકોર્સ ચકલી સર્કલ પાસેના કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો ઉદય દિલીપ ખુરસિયા (ઉ.વ. 27) અગાઉ પારૂલ યુનિવર્સિટીમાં મિકેનિકલ વિભાગમાં પ્રોફેસર હતો. ત્યારે છેડતીનો ભોગ બનનાર આ 19 વર્ષીય યુવતી પારુલ યુનિ.માં ભણતી હતી, ત્યારે પ્રોફેસરે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે, કોલેજ પૂરી થઈ જતાં યુવતીએ પણ પ્રોફેસર સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. જોકે, યુવતી રેસકોર્સ વિસ્તારમાં નોકરી કરતી હોવાનું જાણવા મળતાં તેણે ફરીથી પ્રેમસંબંધ માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.

4

ગત સોમવારે યુવતી નોકરી પરથી ઘરે જઈ રહી હતી, ત્યારે ઉદય યુવતી પાસે આવી પહોંચ્યો હતો. સોમવારે યુવતીનો બર્થડે હોવાથી તેને વિશ કરવા આવ્યો હતો. બીજી તરફ યુવતીએ તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ ઉદયે નોકરી છોડાવી દેવાની ધમકી આપી પ્રેમસંબંધ ફરીથી બાંધવા દબાણ કર્યું હતું. આમ, પ્રોફેસરથી ત્રસ્ત યુવતીએ અભયમમાં કોલ કરતાં ટીમ દોડી ગઇ હતી અને ગોરવા પોલીસની મદદથી તેને ઝડપી પાડ્યો હતો.

  • હોમ
  • વડોદરા
  • પારૂલ યુનિ.ના પૂર્વ પ્રોફેસર-યુવતીની લવ સ્ટોરીઃ વશમાં કરવા ગર્લફ્રેન્ડને બાંધ્યો કાળો દોરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.