PMની કેટલી કારનો કાફલો વડોદરા રેલવે સ્ટેશને પહોંચ્યો. જાણો વિગત
કેટલાંક યુવાનોએ કારના કાફલાના ફોટા પણ પાડ્યા હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે, કારના કાફલાની તમામ કારોને પોલીસ બંદોબસ્ત હેઠળ તેના નિયત સ્થળે લઈ જવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ છ કારનો કાફલો સોમવારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ફિરોજપુર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં લાવવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પર કારને જોવાની રેલવે મુસાફરોને તક મળી હતી.
સરદાર પટેલની જન્મજયંતીએ 31મી ઓકટોબરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. હવાઈ માર્ગે અમદાવાદ આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવડિયા ખાતે સ્થળ પર પહોંચવા કારનો ઉપયોગ કરવામાં આવશે.
વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર એટલે કે આજે ફરીથી ગુજરાતના આંગણે આવી રહ્યા છે. આ વખતે તેઓ તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવા માટે કેવડીયા કોલોની આવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -