ગુજરાત ભાજપના ક્યા સાંસદના પુત્ર થઈ ગયા બ્રેઈન ડેડ, તેમનાં પત્નિ પણ છે ધારાસભ્ય, જાણો વિગત
પ્રવિણસિંહ પણ ગત 2008માં પ્રથમ વખત કાલોલ વિધાનસભાની બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતાં અને તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ 2012માં ગોધરા વિધાનસભાની બેઠક પરથી તેઓ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં પરંતુ કોંગ્રેસના સીકે રાઉલજી સામે તેમનો પરાજય થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે પ્રવિણસિંહ થોડક સમય અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં તેમની પત્ની સુમનબેનને ભાજપમાંથી કાલોલ બેઠકની ટીકિટ મળતાં તે જંગી બહુમતીથી વિજેતા બન્યા હતાં.
જ્યારે પ્રવિણસિંહનો હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે જ પ્રવિણસિંહના અવસાનના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રવિણસિંહ અને તેમના પિતાના સમર્થકોના ટોળેટોળાં હોસ્પિટલ આવી પહોંચ્યા હતાં.
સુત્રોના જણાવ્યા અનુસાર પ્રવિણસિંહને હોસ્પિટલ બ્રેઈન ડેડ હાલતમાં લવાયા હતાં અને ડોક્ટરોની ટીમે તેમને બ્રેઈન ડેડ અવસ્થામાંથી બહાર લાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો પણ કર્યા હતાં. વેન્ટીલેટર પર રખાયેલા પ્રવિણસિંહની હાલત એકદમ ગંભીર હોવાની જાણ થતાં તેમનાં સાસંદ પિતા પ્રભાતસિંહ રાત્રે જ દિલ્હીથી વડોદરા આવી પહોંચ્યા હતાં.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા સ્થિત મહેલોલના મુવાડી ખાતે રહેતા પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહણના પુત્ર પ્રવિણસિંહની તબિયત બગડતાં તેમને સોમવારે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં. આ વાતની જાણ થતાં જ નજીકના લોકો દોડી આવ્યા હતાં.
ગોધરા: પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પુત્ર પ્રવિણસિંહની હાલત બગડતાં તેને બે દિવસથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરાતાં પરિવારજનો અને તેમના સમર્થકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. આ બનાવની જાણ થતાં પ્રભાતસિંહ દિલ્હીથી દોડા આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -