‘ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખે વિધવા ને નોકરની દીકરી સાથે રાખ્યા સેક્સ સંબંધ’, ક્યા નેતા સામે કોંગ્રેસના જ મંત્રીએ લખ્યો સોનિયાને પત્ર ?
વધુમાં પત્રમાં કહ્યું હતું કે, મૌલિને વડોદરામાં વેમાલી ગામ પાસે વિલથી ખેડૂત બની ફાર્મ હાઉસ બનાવ્યું હતું. તેમના ટ્રસ્ટના કાર્યક્રમમાં સ્ટેજ પર ભાજપવાળાને બેસાડ્યા હતા. મૌલિન પાર્ટી ફંડનો દુરપયોગ કરે છે. આવા નેતાથી કોગ્રેસને નુકસાન વેઠવું પડશે. જેથી તરત જ આવા નેતાઓને કોગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ કોગ્રેસના મંત્રીએ ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ સામે કરેલી ફરિયાદમાં કહ્યું કે, વડોદરામાં મૌલિનથી નારાજ થઇ અનેક કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા છે. વડોદરામાં એક વર્ષમાં ચાર વખત પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા છે. વિધાનસભામાં પેનલમાં નામ મુકવા માટે મોટી રકમો ઉઘરાવી હતી.
પત્રમાં પ્રવીણભાઇએ લખ્યું કે, જે તે સમયે આ વાત અખબારોમાં પણ ચમકી હતી. મૌલિન પાર્ટી ફંડનો દુરુપયોગ કરે છે. આવા નેતા સાથે હું કામ કરી શકું નહીં. આવા ભ્રષ્ટ નેતાને તાત્કાલિક દૂર કરવા પત્રમાં માંગણી કરવામાં આવી છે.
પ્રદેશ કોગ્રેસના મંત્રી પ્રવીણ ડી. સ્વામીએ હાઇકમાન્ડને મૌલિનની કરતૂતોને જણાવતો પત્ર લખ્યો હતો. પ્રવીણભાઇએ પત્રમાં લખ્યું હતું કે મૌલિન વૈષ્ણવે સેવાદળની વિધવાનો દુરુપયોગ કર્યો છે. એટલું જ નહી તેના નોકરની દીકરી સાથે પણ સંબંધો બનાવ્યા હતા. આ વાત જાહેર થતાં બીજા નોકર સાથે તેને પરણાવી દીધી હતી.
વડોદરાઃ ગુજરાત કોગ્રેસના વધુ એક નેતા મહિલા સાથે સંબંધ રાખવાને લઇને વિવાદમાં ફસાયા છે. વડોદરા કોગ્રેસના સિનિયર નેતા અને પ્રદેશ કોગ્રેસમાં ઉપપ્રમુખેનો હોદ્દો ધરાવતા મૌલિન વૈષ્ણવ સામે ભ્રષ્ટાચાર અને એક વિધવા મહિલા સાથે સંબંધો રાખવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ અંગે એક પત્ર પણ કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -