વડોદરાઃ હવસખોર પતિ પત્ની સાથે કરતો બળજબરી, બીજા સાથે સેક્સસંબંધ હોવાની શંકા રાખી શું કરતો?
અભયમની હેલ્પલાઇનની ટીમે સંગીતા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પતિની હાજરીમાં કાઉન્સેલર સાથે વાત કરવામાં અચકાતી સંગીતાને અંગત પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી તેનો પતિ પરાણે સેક્સસંબંધ બાંધે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ, સંગીતા પોતાના પિયર જતી રહી છે અને ત્યાંથી તેણે પતિ સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી કરી છે. કાઉન્સેલરે ભાવેશનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું. તેમજ તેને પત્ની પર શંકા ન કરવા સમજાવ્યો હતો. ભાવેશ સાથે તેનો મિત્ર પણ આવ્યો હતો. હાલ ભાવેશને એસએસજી હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કરાવી તેની સારવાર શરૂ કરાઇ છે.
વડોદરાઃ પોતાની જ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતાં અને અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી પત્નીને પરેશાન કરતાં પતિથી છૂટાછેડા મેળવવા માટે પત્નીએ કોર્ટમાં અરજી કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી પતિ પરાણે શારીરિક સંબંધ બાંધતો હોય અને વારંવાર શંકા કરતો હોઇ પત્ની પતિથી ત્રસ્ત થઈ ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળી મહારાષ્ટ્રની સંગીતા(નામ બદલ્યું છે)ના ત્રણ વર્ષ પહેલા વડોદરામાં મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે કામ કરતાં ભાવેશ(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી ભાવેશના શંકાશીલ સ્વભાવના કારણે અવાર-નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી તેનો ત્રાસ વધી ગયો હતો. આથી તેણે અભયમમાં ફરિયાદ કરી હતી.
એટલું જ નહીં, તેના અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી તે દરરોજ શારીરિક ચેકઅપ પણ કરે છે. તે પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી ગઈ છે. તેણે જણાવ્યું હતું કે, તે હાઉસ વાઇફ છે. તે શાકભાજી કે કરિયાણું લેવા જવા શિવાય ઘરની બહાર ક્યાંય જતી નથી. આમ છતાં પતિ શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. આથી તેને પતિ સાથે રહેવું નથી અને છૂટાછેડા લેવા છે.
કાઉન્સેલિંગ દરમિયાન સંગીતાની બોડી લેંગ્વેઝમાં કાઉન્સેલરને ગડબડ લાગતી હતી. એટલું જ નહીં, તે ઓછું ભણેલી હોવાથી તે કમ્ફર્ટેબલી કાઉન્સેલર સાથે વાત કરી શકતી નહોતી. જોકે, સંગીતાને વિશ્વાસમાં લઈને કાઉન્સેલરે વાતચીત કરતાં ઉપર પ્રમાણેની વિગતો સામે આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -