વડોદરાઃ ખૂંખાર અપરાધી જેલમાં યુવતી સાથે માણી રહ્યો હતો સેક્સ ને પોલીસને મળી બાતમી, જાણો પછી શું થયું ?
વડોદરા: રાજ્યભરમાં 150થી વધુ પ્રોહિબિશનના ગુના સામે નોંધાયેલા છે તે લિકરકિંગ અશોક પાલનપુરી હાલોલ સબ જેલની ઉપરના ભાગે આવેલા અવાવરુ રૂમમાં એક યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. પોલીસની મહેરબાનીથી જેલમાં કેવા ધંધા ચાલે છે તેનો ભાંડો આ ઘટનાના કારણે ફૂટ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅશોક પાલનપુરી ચૂંટણીના સમયે કેટલાક ઉમેદવારો માટે જંગી દારૂ પૂરો પાડતો હોવાથી રાજકીય નેતાઓના પણ તેને છૂપા આશીર્વાદ પણ હતા. જેના કારણે તે વરસો સુધી ફરાર રહી શક્યો અને પકડાયા પછી પણ જેલમાં પણ તમામ સવલત મળતી હતી.
રાજ્યભરમાં દારૂ સપ્લાય કરતો અશોક પાલનપુરી ઝડપાયો તે પહેલાં પોલીસ પાસે તેનો ફોટો પણ ન હતો. આખરે પોલીસે એક ફોટોગ્રાફ્સ મુશ્કેલથી મેળવી તેની શોધખોળ હાથ ધરી હતી. પાલનપુરી પૈસા વેરવામાં પાવરધો હોવાથી તેની પહોંચ પોલીસ બેડામાં તો હતી જ પણ રાજકીય કનેક્શન્સ પણ મજબૂત હતાં.
પોલીસે અશોક રમણભાઇ પરમાર ઉર્ફે અશોક પાલનપુરી (રહે.પાલનપુર, તા.હાલોલ) ઉપરાંત તેને મદદ કરનારા બે પોલીસો હેડ કોન્સ્ટેબલ ભીખાભાઇ રૂપાભાઇ અને કોન્સ્ટેબલ મુકેશભાઇ રામા ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ યુવતીની ઓળખ જાહેર નથી કરી પણ તે વારંવાર જેલમાં આવતી હતી.
આજે પુવારને બાતમી મળી હતી કે અશકો પાલનપુરીને બહાર કઢાયો છે. બાતમીના અાધારે પી.આઇ.એ સ્ટાફને સાથે રાખી રેડ પાડતાં અશોક પાલનપુરી એક યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો. અશોક યુવતી સાથી શારીરિક સંબંધોમાં વ્યસ્ત હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.
પી.આઈ. પુવારને એવી બાતમી મળી હતી કે, પાલનપુરીને જેલના ગાર્ડ ગેરકાયદેસર રીતે તેની બેરેકની બહાર કાઢે છે અને તેને જેલની ઉપરના ભાગે આવેલા રૂમમાં સ્વરૂપવાન યુવતીઓ સાથે રંગરેલિયાં મનાવવા માટે જવા દે છે. પી.આઈ.એ આવું થાય કે તરત પોતાને જાણ કરવા કહી દીધું હતું.
અશોક પુરી સામેના 70થી વધુ ગુનાની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપાઇ હતી અને તેને હાલોલ સબ જેલમાં રખાયો હતો. હાલોલ સર્કલ પી.આઇ. એમ.ડી.પુવારને પહેલાં એવી બાતમી મળી હતી કે અશોક પુરી જેલમાં અય્યાશીઓ કરે છે ને પોલીસ તેને મદદ કરે છે તેથી તેમણે તેના પર વોચ ગોઠવી હતી.
પોલીસે અશોક પાલનપુરી તેમજ તેને મદદ કરનાર બે પોલીસ જવાન સામે ગુનો દાખલ કરી અશોકની ધરપકડ કરી હતી. લિકર કીંગ અશોક પાલનપુરી સામે 150થી વધુ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે અને તે 70 થી વધુ ગુનામાં વોન્ટેડ હતો અને સાત વર્ષ વોન્ટેડ રહ્યા બાદ મે 2017માં તે પોલીસના હાથે માંડ ઝડપાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -