નૈનિતાલ: કાર અકસ્માતમાં નડિયાદના તબીબ દંપતી સહિત 4નાં મોત, બહાર કાઢવા લોકો કરી બૂમાબૂમ
પરંતુ કમનસીબે તેઓ અન્ય 4ને બચાવી શક્યા ન હતા. પાછળ અન્ય ગાડીમાં આવી રહેલા પરિજનોએ અકસ્માત જોઈને બૂમાબૂમ કરી મૂકતાં સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને તમામને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે ચારેયને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે ચંચલબેન હાલમાં સારવાર હેઠળ છે. આ ખબરથી નડિયાદના તબીબોમાં શોકની લાગણી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે દરમિયાન રસ્તામાં એક માઈલસ્ટોન સાથે તેમની ગાડી અથડાઈ હતી ત્યાર બાદ કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને નહેરમાં ખાબકી હતી. ગાડી નહેરમાં પડતાંની સાથે જ ચંચલબેન મદાન અને બાળક્રિશ્નભાઇ મદાન ગાડીનો કાચ તોડી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
બુધવારના રોજ શાંતિસ્વરૂપભાઇ તેમના પત્ની ક્રિશ્નાબેન, સાળા તેજપ્રકાશ અરોરા તેમના પત્ની રશ્મિબેન તથા અન્ય સ્વજન બાળક્રિશ્નભાઇ મદાન અને ચંચલબેન મદાન ફરવા ગયા હતા. તેઓ નૈનિતાલથી કાશીપુર પરત જઈ રહ્યા હતા.
તા.27મી જાન્યુઆરીના રોજ તેજપ્રકાશ અરોરાની 25મી લગ્નતિથીની ઉજવણી પરિવારજનોએ સાથે કરી હતી. આ ઉજવણીમાં ડો.ઉત્કર્ષ પણ પરિવાર સાથે જોડાયા હતા અને પ્રસંગમાં હાજરી આપીને 31મી જાન્યુઆરીએ તેઓ પરત આવી ગયા હતા. જ્યારે બીજી બાજુ ડો. શાંતિસ્વરૂપભાઈએ પત્ની સાથે રજાઓ થોડા વધુ દિવસ લંબાવી 6 ફેબ્રુઆરીએ પરત આવવાનું આયોજન કર્યું હતું.
દંપતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, 25 તારીખે દંપતિ કાશીપુર જવા રવાના થયું હતું. 27 તારીખે તેમના સાળા તેજપ્રકાશ અરોરાજીએ બનાવેલા નવા મકાનનું મુર્હુત હતું, જેમાં પરિવારજનો સાથે સહુ કોઈએ હાજર રહીને આનંદમાં સમય પસાર કર્યો હતો.
નડિયાદ: ઉત્તરાખંડમાં આવેલાં નૈનિતાલ નજીક બુધવારે રાતે માઈલસ્ટોન સાથે કાર અથડાયા બાદ પલ્ટી ખાઈને નહેરમાં ખાબકી હતી જેમાં નડિયાદના જાણીતા તબીબ દંપતી, તેમના સાળા અને તેની પત્નીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી નડિયાદના તબીબી જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
નડિયાદના નાના કુંચનાથ રોડ ઉપર ઉત્કર્ષ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલનો પાયામાં જેમની મહેનત-લગન છે તેવા ડો.શાંતિસ્વરૂપ ક્ષત્રી અને તેમના પત્ની ક્રિશ્નાબેનનું નૈનિતાલ નજીક એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -