વડોદરામાં PSIએ પોલીસ ચોકીમાં જ ગોળી મારી કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં શું લખ્યું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએસઆઈએ માથામાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસ વિભાગે જાંબાઝ અધિકારી ગુમાવ્યો હતો. FSLની મદદ પણ લેવામાં આવી છે. ટ્રેનિંગ પૂર્ણ કરીને જાડેજા હમણાં જ આવ્યા હતાં.
રિવોલ્વરનો અવાજ સાંભળતાં જ અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા. ત્યાર બાદ આ અંગે ઉચ્ચ અધિકારીઓ જાણ કરવામાં આવતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જોકે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસ અધિકારીઓને એક ડાયરી મળી આવી હતી.
પીએસઆઈ એસ.એસ.જાડેજાએ આપઘાત કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ અગં ડીસીપી દીપક મેઘાણી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં તેમણે જણાવ્યું હતું કે, પીએસઆઈ જાડેજા પાસેથી એક ડાયરી મળી હતી.
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલાં પીએસઆઈ એસ.એસ.જાડેજાએ અલકાપુરી પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારી આપઘાત કર્યો હતો.
પીએસઆઈ એસ.એસ.જાડેજાએ આત્મહત્યા પહેલા ડાયરીમાં લખાણ લખ્યું હતું, પીએસઆઈની નોકરી મારાથી થઈ શકે તેમ નથી, મને માફ કરજો. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, પીએસઆઈના આપઘાત પાછળનું કારણ તેમને ઉપલી અધિકારીનું પણ દબાણ હોવાની ચર્ચા ચાલી રહી છે.
વડોદરા: વડોદરાના અલકાપુરી પોલીસ ચોકીમાં પીએસઆઈએ માથામાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. ફાયરિંગનો અવાજ સાંભળતાં જ અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતાં જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ ચોકી દોડી આવ્યા હતાં. FSLની પણ મદદ લેવામાં આવી છે. પોલીસ અધિકારીએ આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -