વડોદરા: મુસ્લિમ યુવકે 12 હજાર માચિસની સળીથી બનાવી ગણેશજીની અનોખી મૂર્તિ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2018 08:00 AM (IST)
1
દેશમાં કોમી એક્તા, શાંતિ અને ભાઈચારાની અપીલનો સંદેશો આપવા માટે મુસ્લિમ યુવકે માચિસની સળીથી ગણેશજીની પ્રતિમા બનાવવાનો નિર્ણય લીધો હતો. મૂર્તિ બનાવનારા હુસેનખાન પઠાણનો મુખ્ય વ્યવસાય સાઈકલ રિપેરિંગ છે.
2
હુસેનખાન માત્ર ચાર ધોરણ પાસ છે. આ મૂર્તિ બનાવવામાં હુસેન ખાનને ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.
3
વડોદરા: વડોદરામાં રહેતા એક મુસ્લિમ યુવકે ગણેશ ભગવાનની અનોખી મૂર્તિ બનાવી છે. આ યુવકે માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા બનાવવા માટે માચીસની 12,000 સળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.