‘હવસ ગુરૂ’ જયેશ પટેલ પકડાયો કે શરણે આવ્યો, પોલીસની ભૂમિકા કેમ શંકાસ્પદ? જાણો
વડોદરા એલ.સી.બી.ના પી.આઇ. ચૌધરીએ મેસેજ વહેતા કર્યા કે, જયેશ પટેલની ધરપકડ રાત્રે 8.30 વાગે કરાઇ છે. પછી તેમણે કહ્યું કે ધરપકડ રાત્રે 10.30 વાગે કરાઇ છે. આ ગુલાંટ કેમ લગાવાઈ તે સવાલ ઉભો જ છે.
પોલીસને પછી આ વાતની ખબર પડી હશે તેથી પોલીસે પછી ફેરવી તોળ્યું અને એવો દાવો કર્યો કે જયેશ પટેલની ધરપકડ રાત્રે 10.30 કલાકે કરાઈ. પોલીસના આ વિરોધાભાસી દાવાના કારણે કશુંક ખોટું હોવાનું સ્પષ્ટ લાગે છે.
પોલીસની આ વાત શંકાસ્પદ છે કેમ કે પોલીસે પહેલાં દાવો કર્યો હતો કે જયેશ પટેલ રાત્રે 8.30 કલાકે ઝડપાયો. પોલીસના આ દાવાને એક ગુજરાતી અખબારના પત્રકારે સાવ ખોટો સાબિત કરી દીધો છે.
વડોદરા: પોતાની જ યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના કેસના આરોપી અને પારુલ યુનિવર્સિટીનો પૂર્વ સંચાલક જયેશ પટેલ આખરે ઝડપાઈ ગયો છે. છેલ્લા 4 દિવસથી ધરપકડથી બચવા નાસતો ફરતો જયેશ પટેલ મોડી રાત્રે આણંદ પાસેથી ઝડપાઈ ગયો હોવાનો દાવો પોલીસે કર્યો છે. જો કે આખા ઘટનાક્રમ પર નજર નાંખો તો ખ્યાલ આવશે કે પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે અને આ મામલામાં બહુ મોટો ખેલ ખેલાઈ રહ્યો છે.
વડોદરા પોલીસે જયેશને પકડવા 3 ટીમો બનાવી હતી. પોલીસે તેમના મોબાઈલ લોકેશનને આધારે સર્ચ કરતાં મંગળવારે તે રાજસ્થાન હોવાનું જણાયું હતું. પછી તે વડોદરા આવતો હતો ત્યારે તેને ઝડપી લેવાયો.
પોલીસનો દાવો છે કે રાજસ્થાનથી આવતા જયેશ પટેલને વડોદરા એલસીબી પોલીસે આણંદની આસોદર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. જયેશ પટેલ પોતાની કાર લઈને જતા હતા ત્યારે તેમને આંતરીને ઝડપી લેવાયા.
આ પત્રકારે રાત્રે 9.21 કલાકે જયેશ પટેલ સાથે ફોન પર વાત કરી હતી. જયેશ પટેલે 10 મિનિટ સુધી આણંદ સ્થિત આ પત્રકાર સાથે વાત કરી અને તેમાં તેણે દાવો કર્યો કે પોતે બહુ જલદી આત્મસમર્પણ કરી લેશે.
મંગળવારે બપોરે વડોદરાના રેન્જ આઇ.જી.જી.સી.મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, પોલીસની ડૉ.જયેશ પટેલ સાથેની સાંઠગાંઠની વાતો ખોટી છે. આ આખા ઘટનાક્રમ પછી તેમની વાત સામે શંકા ઉભી થઈ ગઈ છે.
ચાર દિવસથી નાસતો ફરતો જયેશ પટેલ અચાનક જ 'પોલીસ ને ન્યાયતંત્ર પર વિશ્વાસ' હોવાનો દાવો કરી શરણે આવી ગયો તેના કારણે દાળમાં કંઈક કાળું છે અને પોલીસ કશું છુપાવી રહી હોવાનું લાગી રહ્યું છે.
પોલીસે જયેશ પટેલની ધરપકડ કરી એ પછી તેની સામે જ્યાં કેસ નોંધાયો છે તે વાઘોડિયા પોલીસ સ્ટેશન કે પછી વડોદરા રેન્જ આઈજીની કચેરીમાં લઈ જવાના બદલે કરજણ લવાયો તે પણ શંકા પ્રેરે છે.