ભાજપના આ 7 ધારાસભ્યોએ પોતાની જ સરકાર સામે માંડ્યો મોરચો, જાણો શું કરી ઉગ્ર રજૂઆત?
મધ્ય ગુજરાતને સંકળાયેલા (જોઇન્ટ) જિલ્લા વડોદરા, ભરૂચ,સુરત, નવસારી, વલસાડ, ડાંગ,ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા ઉપરાંત મધ્યગુજરાતને જોડતા રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન આવેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા: વડોદરાને AIIMS ફાળવવાના મુદ્દે મધ્ય ગુજરાતના ભાજપના સાત ધારાસભ્યોએ માંગણી કરી છે. આ પહેલાં પણ આ મુદ્દે રજૂઆત કરી ચૂકેલા ભાજપના આ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને વડોદરાના એઈમ્સ આપવા માટે જોરદાર રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે, વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યનો મધ્યભાગ ઔદ્યોગિક રીતે વિકસી રહ્યો છે અને આ વિકાસને લીધે ઉભી થયેલી નવીન રોજગારીની તકોને કારણે માનવ વસતીમાં પણ નોંધપાત્ર વધારો થવા પામેલ છે.
ગાંધીનગર ખાતે વિજય રૂપાણીને વડોદરાના માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલ, ડભોઈના શૈલેશ મહેતા, સાવલીના કેતન ઈનામદાર, વડોદરા શહેરના મનિષા વકીલ, ગોધરાના સી.કે.રાઉલજી, મહેમદાવાદના અર્જુનસિંહ ચૌહાણ અને માતરના કેસરીસિંહે મળીને તેમની લાગણી એક આવેદનમાં વ્યક્ત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -