ગુજરાતી ક્રિકેટર કૃણાલ પંડ્યા અને પંખુરીનું Royal Wedding, પહેલીવાર સામે આવી મેરેજની તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંખુડી શર્માએ આઇપીએલની મુંબઈની તમામ મેચોમાં ખાસ હાજરી આપી હતી. હાર્દિકના પિતાએ વધુમાં કહ્યું હતું કે, બંને છેલ્લા સાત મહિનાથી એકબીજાના પરિચયમાં હતાં.
IPLમાં વિજયી બનેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને આપવામાં આવેલી ટ્રોફી સાથે કૃણાલની ફ્રેન્ડ પંખુરીની તસવીર પણ સામે આવતાં બન્ને વચ્ચેના સંબંધો વધુ ચર્ચાસ્પદ બન્યા હતા.
પંખુડી શર્મા તે સમયે ચર્ચામાં આવી જ્યારે તેની એક તસ્વીર આઈપીએલ 2017ની ટ્રોફી સાથે વાઈરલ થઈ હતી. વડોદરાના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા ફિલ્મ માર્કેટિંગ ક્ષેત્રે કામ કરે છે.
27 ડિસેમ્બરે મુંબઈની JW મેરિયટ હોટલમાં કૃણાલ અને પંખુરીના ધામધૂમથી લગ્ન યોજાયા હતાં. આ લગ્નમાં એક હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં અમિતાભ બચ્ચન પરિવાર સાથે આ ભવ્ય મેરેજમાં હાજરી આપી હતી જ્યારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નિતા અંબાણી સહિતની હસ્તીઓ કૃણાલના મેરેજમાં જોડાયા હતાં. આ ઉપરાંત બોલિવુડ અને ક્રિકેટ જગતના સ્ટાર હાજરી આપી હતી.
IPL-10માં મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ફાળો આપનાર કૃણાલ પંડ્યા તેની ફેશન ડિઝાઈનર મિત્ર પંખુડી શર્મા સાથેના સંબંધો હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ ગુરુવારે કૃણાલ પંડ્યા વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા ચાકતો અને તેના માતા-પિતાએ સ્વાગત કર્યું હતું.
મુંબઇના જૂહુમાં જેડબ્યૂ મેરિયોટ હોટલમાં 26 ડિસેમ્બરના રોજ લગ્નસમારંભ યોજાયો હતો. હલ્દી સેરેમનીમાં પંખુરીએ યલો સ્યૂટ પહેર્યો હતો. કૃણાલે લગ્નમાં બ્લૂ શેરવાની પહેરી હતી. પંખુરીએ ડીપ મરૂન રંગનો લેંઘો અને ચોલી પહેરી હતી. નોંધનીય છે કે તાજેતરમાં જ વિરાટ કોહલી, ઝરીન ખાન, ભૂવનેશ્વર સહિતના ખેલાડીઓએ લગ્ન કર્યા હતા.
વેડિંગસુત્ર વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન પ્રિમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી રમતા કૃણાલે મિત્રો અને સગાસંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેણે લગ્ન બાદ ટ્વિટર પર તેની જાહેરાત કરી હતી.
મુંબઈ: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ મુંબઇમાં તેની ગર્લફ્રેન્ડ પંખુરી શર્મા સાથે લગ્ન કર્યા હતા. કૃણાલ પંડ્યાના લગ્નની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન બાદ વધુ એક ખેલાડી લગ્નના તાંતણે બંધાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -