'મારા મોતની પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પણ બોવ બધા જવાબાદાર છે', સુરતના બિઝનેસમેનનો આપઘાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, 3 એપ્રિલે હિરેન હોટલમાં આવ્યો હતો અને બે દિવસ માટે રૂમ બુક કરાવી હતી. ગઈ કાલે બપોરે ફોન પછી પણ રૂમમાંથી કોઇ વળતો જવાબ ન આવતા હોટલના પાર્ટનર ઇમરાનભાઇ રૂમની ડોર બેલ વગાડી હતી. રૂમમાંથી વળતો કોઇ જવાબ ન આવતા, હોટલ ભાગીદારે માસ્ટર કી દ્વારા રૂમનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ હિરેનપંખા ઉપર લટકતો જોઇ ચોંકી ઉઠ્યા હતા.
હા, મીરાબેન, સંધ્યાબેન, પલક, ધ્રુવ, શાલીની, નેહા, મંત્રા બધાને પણ સોરી. તૃપાલી તો મારી પહેલાં જ નીકળી ગઈ છે આ દુનીયા છોડીને અને તેના પાછળ મારો જ હાથ છે. મારા માટે બે વ્યક્તિઓએ પોતાનો જીવ છોડ્યો છે. બસ એજ ગામમાં મારી દુનિયા અર્થ વિનાની બની ગઈ હતી. પ્લીઝ બધા લોકો મને માફ કરજો,મારે આ પગલું ભરવું ના હતું પણ મારી પાસે બીજા કોઈ રસ્તા પણ ના હતા.
વરાછા સ્થિત હિંમતનગર સોસાયટીમાં મારૂતિધામ એપાર્ટમેન્ટમાં રહેતા બિઝનેસમેન હિરેનકુમાર પ્રવિણભાઇ વિરાણી (ઉં.વ.21)એ વડોદરાની ધ પેસિફીક હોટલના રૂમ નંબર-303માં પંખા સાથે દોરડ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેની પાસેથી એક સૂસાઇડ નોટ મળી હતી. ગઈ કાલે બપોર સુધી રૂમમાંથી સર્વિસ માટે ફોન ન આવતાં તપાસ કરતાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસને જાણ કરાઈ હતી.
વડોદરાઃ સુરતના વરાછામાં રહેતા બિઝનેસમેને વડોદરાની હોટેલમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકે હોટલના પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલા તેણે ચાર પાનાની સૂસાઇડ નોટ લખી છે. જેમાં તેણે પોતાના આ આપઘાત માટે અનેક લોકો જવાબદાર હોવાનું લખ્યું છે. એટલું જ નહીં, તેણે સૂસાઇડ નોટમાં તૃપાલીનો પણ ઉલ્લેખ કર્યો છે, જેના મોત પછી તે દુઃખી હતો.
પોલીસને મળેલી સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, પપ્પા-મમ્મી,કાકા-કાકી,મોટા કાકા અને મોટી કાકી,તથા રુચી-વિધી,માત્રી,નીનીત-જય,તથા મારા સૌથી વ્હાલા બા બધા જ મને માફ કરજો. હું આ પગલું એટલા માટે ભરું છું કે મારી જીંદગી અર્થવિહીન બની ગઈ છે. કેમકે છેલ્લા થોડા દિવસોમાં મારી જોડે એવું કંઈક બન્યું છે કે ના તો હું તેને ભુલાવી શકુ્ં એમ છું કે ના તો હું તેને લઈને આગળની લાઈફ પણ જીવી શકું એમ નથી.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તૃપાલી હિરેનની પ્રેમિકા હતી. તેનું બે વર્ષ પહેલાં અવસાન થયા બાદ હિરેન નાસીપાસ થઇ ગયો હતો. આથી તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હિરેનના રૂમમાંથી થેલો મળી આવ્યો છે. આ સાથે તેના પાકિટમાં મળી આવેલા લાયસન્સ, પાન કાર્ડ સહિતના ઓળખના પુરાવાઓ ઉપરથી તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
અને હા, મારા મોતની પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પણ બોવ બધા વ્યકિતઓ જવાબાદાર છે, જે લોકો પર સૌથી વધારે વિશ્વાસ કર્યો હતો તે જ લોકો આજે મારી મોત ના જવાબદાર છે. પપ્પા-મમ્મી મને માફ કરજો હું તમારા માટે કંઈ ના કરી શક્યો એ વાત પર મને બોવ જ અફસોસ છે. મને પણ ખબર ના હતી કે ક્યારે આ દિવસ આવી જશે. હું મારા મિત્ર તથા સગાં સંબંધીઓને એક જ અપીલ છે કે પ્લીઝ મને મારી ભુલ થઈ હોય તો માફ કરજો અને બધાને જય સ્વામીનારાયણ . બધા વ્યક્તિને બસ એક જ પ્રાર્થના છે કે મારા મમ્મી-પપ્પાને સાચવજો. બાય. જય સ્વામીનારાયણ.
તેણે લખ્યું છે કે, અને હા, હું કોઈકને થેન્કસ કહેવા માંગું છું મારી જીંદગી બદલવા માટે. બધા હળી મળીને રહેજો પપ્પા તમે ગુસ્સો નહીં કરતા બોવ પ્લીઝ. મમ્મી તમે શાંતીથી રહેજો. મારા બધા મિત્રોને પણ એક જ વિનંતી કરું છું કે પ્લીઝ મને માફ કરજો, અને ડીકે તારા સવાલનો જવાબ પણ એ જ છે કે મારી પાસે પૈસા કમાવા બધી લાઈનો હતી પણ હું છેલ્લા બે વર્ષથી મરી ગયો હતો. તેમ છતા તમારા બધા જોડે કોઈને લાગે નહિ કે મારી સાથે આવો બનાવ બન્યો છે એટલા માટે હસતા હસતા લાઈફ જીવતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -