ફિયાન્સીએ માગ્યુ પરુષત્વનું સર્ટિફિકેટ, યુવકે કઈ રીતે કરાવ્યો પુરુષ હોવાનો અહેસાસ? જાણો રસપ્રદ કિસ્સો
શહેરના જાણીતા 63 વર્ષીય ડોક્ટર પાસે તેમની 30 વર્ષની પ્રેક્કિટમાં આવો પહેલો કેસ આવ્યો હતો. પંકજની વાત સાંભળીને ડો.યોગેશ પટેલ પણ અંચબામાં મુકાઇ ગયા હતા. આ પછી ડોક્ટરે પંકજના પુરુષત્વનો ટેસ્ટ કરી આપ્યો હતો. જેમાં તે પુરુષ હોવાનું પૂરવાર થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંકજનો ટેસ્ટ માત્ર મેડિકલ સર્ટીફિકેટ પૂરતો ન હતો. આકાંશાને તો વિડિયોગ્રાફી પણ જોઇતી હતી. આથી ડૉક્ટરે કંમ્પાઉન્ડરને કહીં આ ટેસ્ટ દરમિયાન તેની ફોટો-વિડિયોગ્રાફી પણ બનાવી આપી. આમ પ્રિયાને વિશ્વાસ અપાવ્યો કે, તેનો ભાવિ પતિ સાચે જ પુરુષ છે. જોકે, ડૉક્ટરે પંકજને શંકાશીલ યુવતી સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી, પરંતુ પંકજ પ્રિયા સાથે જ લગ્ન કરવા માગે છે.
વડોદરાઃ શહેરની નામાંકિત કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા એક યુવકને સગાઇ પછી ભાવિ પત્નીએ પુરુષત્વનું સર્ટિફિકેટ માગ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવિ પત્નીએ યુવક પાસે તે પુરુષ છે તેનું સર્ટિફિકેટ ઉપરાંત ટેસ્ટ દરમિયાનનો ફોટો-વીડિયોગ્રાફીની માગણી કરી હતી. આ સમસ્યા સાથે યુવક શહેરના જાણીતા મનોચિકત્સક ડો. યોગેશ પટેલ પાસે પહોંચ્યો હતો.
પંકજની વ્યથા શાંતીથી સાંભળ્યા પછી ડોક્ટરે પોતાના ક્લિનિકમાં રવિવારનો દિવસ હોવાથી સાંજે 5 વાગ્યા સુધી ક્લિનીકમાં બીજા કોઇ કેસ ન લઈને માત્ર પંકજના રિપોર્ટસ કરાવ્યા. તબીબી ભાષામાં ઇરેક્ટાઇલ ડિસ ફંક્શનના નામથી ઓળખાતો આ ટેસ્ટ કરવા લગભગ 3-4 કલાક જેટલો સમય લાગ્યો. જેના માટે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, ઓવરનાઇટ ઇરેક્શન ટેસ્ટ, એમ આર આઇ, નોક્ટનલ પેનિલ ઇરેક્શન જેવા ટેસ્ટના માધ્યમથી માણસના પુરુષાર્થની ચકાસણી કરવામાં આવતી હોય છે.
પંકજે ડોક્ટરને જણાવ્યું હતું કે, પ્રિયાને લગ્ન પહેલાં સાબિતી જોઇએ કે તે સાચો મર્દ છે. તેણે તો તેને વાંધો ન હોય તો લગ્ન પહેલાં શારિરીક સંબંધ બાધવામાં કાંઇ વાંધો ન હોવાનું કહ્યું. એટલું જ નહીં, તે તેને પ્રેમ કરતો હોવાનું અને ક્યારેય છોડીને નહીં જવાનું કહ્યું પણ એણે ના પાડી દીધી. આ વાતની જાણ પ્રિયાના પરિવારને પણ છે, પરંતુ તેઓ પ્રિયાના સપોર્ટમાં છે.
પંકજે ડો. યોગેશ પટેલને પોતાની મુશ્કેલી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રિયાને તેના પર વિશ્વાસ જ નથી. તે તેને દિવસ-રાત આ અંગે સમજાવે છે, પણ તે સમજવા તૈયાર નથી. તેને દરેક વાતમાં પ્રૂફ જોઇએ છે. દરેક વાતનું પ્રૂફ કેવી રીતે આપવું તેમની સગાઇને છ મહિના થયા છે. સગાઈ પછી તેઓ રોજ મળે છે અને રાતે રોમેન્ટિક વાતો પણ કરે છે, પરંતુ તે દરેક વાતમાં પ્રૂફ માગે છે. આથી તે કંટાળી ગયો છે.
વાત એવી છે કે, પ્રિયાની ફ્રેન્ડના એક વર્ષ પહેલાં લગ્ન થયા છે. લગ્ન પછી તેની ફ્રેન્ડને ખબર પડી કે, તેનો પતિ શારીરિક રીતે સક્ષમ નથી અને અત્યારે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. ત્યારે આ વાતને લઈને પ્રિયાએ પંકજ પાસે પોતાની મર્દાનગી સાબિત કરવાનું કહ્યું હતું. પ્રિયાની આ માગણીથી પંકજ હચમચી ગયો હતો અને ડિપ્રેશનમાં આી ગયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, પંકજ(નામ બદલ્યું છે અને પ્રિયા(નામ બદલ્યું છે)ના લગ્ન આગામી ચાર મહિનામાં થવાના છે. એટલું જ નહીં, લગ્નની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ભાવિ પત્નીએ પંકજ પાસે પુરુષત્વનું સર્ટી માગતા યુવક અવઢવમાં મુકાઇ ગયો હતો. આ કપલ સગાઇ પછી અવાર-નવાર મળતું હતું અને ફોન પર પણ લાંબી વાતો કરતું હતું. દરમિયાન આ વાત પ્રિયાની એક ફ્રેન્ડ સાથે બનેલી ઘટનાને કારણે યુવતીએ આ જીદ પકડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -