✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરાઃ જ્યોતિષે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ગુજાર્યો બળાત્કાર, પત્નીએ આપ્યો સાથ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Nov 2016 02:38 PM (IST)
1

જેમ તેમ કરીને ગત બુધવારે ઘરે પહોંચેલી સગીરાએ તમામ હકિકત પરિવારને જણાવતાં પરિવાર મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સગીરાએ આરોપી દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે દેવકીની અટકાયત કરી હતી. જોકે, જ્યોતિષનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે આરોપીના ઘરની ઝડતી લેતાં ઘરમાંથી દેશી બનાવટનો એક તમંચો, 4 કારતૂસ, તલવાર, ગુપ્તિ, ચપ્પુ અને લોખંડનું ધારિયું મળી આવ્યા હતા.

2

દરમિયાન ગત 30મી જુલાઇએ સગીરાને અડધી રાતે ઘરની બહાર બોલાવી હતી અને તેને ફોસલાવીને ભગાડી ગયો હતો. આ પછી તેને વુડાના એક મકાનમાં રાખી હતી. જ્યાં તેને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના પર પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે જ્યોતિષને તેની પત્નીએ પણ સહકાર આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

3

આ ઘટનાની વિગતો એવી છે કે, દંતેશ્વર હાઉસિંગમાં રહેતા હિતેશ અંબાલાલ પંડ્યા અને તેની પત્ની દેવકી સગીરાના ઘર સામે રહેતા હતા. દરમિયાન વર્ષ 2014માં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે આ જ્યોતિષના ઘરે ગઈ હતી અને બોર્ડની પરીક્ષામાં પાસ કરાવી આપવાનું જણાવ્યું હતું. આથી જ્યોતિષે તેને મંત્ર આપ્યો હતો. પરંતુ તે પરીક્ષામાં પાસ થઈ શકી નહોતી. આમ છતાં સગીરાએ તેમના ઘરે અવર-જવર ચાલું રાખી હતી.

4

વડોદરાઃ શહેરની એક સગીરાને પાડોશમાં જ રહેતા જ્યોતિષે ફોસલાવીને હવસનો શિકાર બનાવી હોવાની ચકચાર ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ આબરું જવાની બીકે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવાનું ટાળ્યું હતું. જોકે, આ જ્યોતિષની ચુંગાલમાંથી છૂટેલી સગીરા ઘરે પરત ફરતાં સમગ્ર હકિકત સામે આવી હતી. આ અંગે સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિને મદદ કરનાર જ્યોતિષની પત્નીની અટકાયત કરી છે. જ્યારે જ્યોતિષ ફરાર થઈ ગયો છે.

  • હોમ
  • વડોદરા
  • વડોદરાઃ જ્યોતિષે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ગુજાર્યો બળાત્કાર, પત્નીએ આપ્યો સાથ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.