વડોદરાઃ ભાજપના કયા નેતાનો ભાઇ 31 લાખ રૂપિયાની બ્લેકમની સાથે ઝડપાયો?
પૂછપરછ છતાં આ રૂપિયા અંગે અંગે કોઇ યોગ્ય જવાબ ન મળતાં કાર અને 31 લાખની ચલણી નોટો કબ્જે ક્રાઇમબ્રાંચે કરી અટકાયતી પગલાં ભર્યા હતા. પોલીસે આઇટી વિભાગને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી. બાતમીના આધારે કારને અટકાવતા તેમાંથી વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ નીકળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન આ અંગે ક્રાઇમબ્રાંચના પીઆઇ મહાવીરસિંહ વાઘેલાએ બાતમીના આધારે કાર અટકાવી જડતી લેતાં થેલામાંથી રૂ.500ના દરની 6200 ચલણી નોટ એટલે કે રૂ. 31 લાખ રોકડા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે પૂછતાછ કરતાં તેણે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
વડોદરા: ભારત સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે, ત્યારે વડોદરા ભાજપના નેતાનો ભાઇ રૂપિયા 31 લાખની રોકડ સાથે ઝડપાયો છે. ક્રાઇમબ્રાંચે વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 14ના ભાજપના કોર્પોરેટરનાં ભાઈ વૈકુંઠ ઉર્ફે દબંગ પકડાઇ જતાં રાજકીય વર્તુળમાં ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે, દબંગ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. એટલું જ નહીં, તે અન્ય યુવતી સાથે પોતાની જ પત્નીના હાથે ઝડપાયો હતો.
રાજકીય નેતાઓ સાથે ઘરોબો ધરાવતા વૈકુંઠે પહેલાં રૂઆબ છાંટ્યો હતો. જો કે, રૂ. 31 લાખ જેવી માતબર રકમ કારમાંથી મળી આવતા પોલીસે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જૂની નોટો બંધ થઈ ગયા પછી લોકો જૂનાના નવા કરવાની દોડધામમાં લાગેલા છે, ત્યારે ગઈ કાલે મંગળવારે પાણીગેટ સ્થિત ઉપાસના ફ્લેટમાં રહેતો અને ભાજપના કોર્પોરેટરનો ભાઇ વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ આઇ 20 કાર લઇને ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વૈકુંઠને બચવવા માટે રાજકીય આકાઓએ પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે કોઇની શેહશરમ વગર તેની અટકાયત કરી રૂ.31 લાખ કબ્જે કર્યા હતા. એવી પણ માહિતી મળી છે કે, ભાજપના કોર્પોરેટરના ભાઈ બ્લેકમની સાથે પકડાતા તેઓને બચાવવા માટે શહેરના કેટલાક ભાજપા અગ્રણીઓએ દોડધામ કરી મૂકી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં વૈકુંઠ ઉર્ફે દબંગે માલેતુજારોના બ્લેકમનીને વ્હાઇટ કરવા માટે લાખો રૂપિયા લીધા બાદ પરત આપ્યા ન હતાં. બંધ થયેલી નોટોના મામલે લાખો રૂપિયાની ઠગાઇ થઇ હોવાની પોલીસને બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. ચોક્કસ કાર પસાર થતાં તેની જડતી લઇ રૂ. 31 લાખ કબજે કર્યા હતાં. આ રૂપિયા બ્લેકના વ્હાઇટ કરવાનો ખેલ હોવાનું પોલીસનું અનુમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -