ગુજરાતના કયા પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ પહેરીને કોઈએ આવવું નહીં, PSIએ કેમ લગાવ્યું પોસ્ટર, જાણો વિગત
જેથી પોલીસ સ્ટેશનમાં હાજર મહિલા પોલીસ કર્મીઓ આ અંગે મને ફરિયાદ કરી હતી કે તેઓ અજુગતુ અનુભવે છે. જેથી આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે.
વડોદરા: ગુજરાતમાં ઘણાં મોટા અને નાના મંદિરોની બહાર બોર્ડ મારવામાં આવે છે કે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં. પરંતુ વડોદરાનો એક પોલીસ સ્ટેશન બહાર પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ટૂંકા વસ્ત્રો પહેરીને પોલીસ સ્ટેશનમાં આવવું નહીં.
આ ફોટો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. જે.પી. પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.ખેરે આ પોસ્ટર અંગે જણાવ્યું હતું કે, ઘણાં પુરુષો અહીં ટૂંકા પેન્ટ પહેરીને આવે છે.
આવો જ એક તુક્કો વડોદરાનાં જે પી પોસી સ્ટેશનનાં એક પોલીસ અધિકારીને ફરી આવ્યો છે, તેમણે પોતાના પોલીસ સ્ટેશનની બહાર આ પ્રકારની સુચના લગાવી હાફ પેન્ટવાળાઓને પોલીસ સ્ટેશનમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વડોદરાના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે થોડા વર્ષો પહેલા એક પોલીસ ઈસ્પેક્ટર શહેરમાં આવ્યા હતાં,. તે રાત્રે નાઈટ રાઉન્ડમાં નિકળે અને તેઓ બરમુડા અને હાફ પેન્ટ પહેરેલા યુવકો અને યુવતીઓને જુવે એટલે તેઓ ગુસ્સે થતા હતો અને તે ગાડીમાંથી ઉતરી ધોલાઈ કરી નાંખતા હતાં.
વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશન બહાર સૂચના લખવામાં આવી છે કે હાફ પેન્ટ પહેરીને પોલીસ સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરવો નહીં. હવે કોઈ બનાવ બને અને ભોગ બનનારે માની લો કે ત્યારે હાફ પેન્ટ પહેર્યું હશે તો પહેલા ભોગ બનનારે પોલીસ જવાને બદલે પોતાના ઘરે જઈને પેન્ટ પહેરવું પડશે અને ત્યાર બાદ જ પોલીસ સ્ટેશન આવવાનું રહેશે.