વડોદરા: યુવતી વાતચીત કરવા યુવકને ફ્લેટમાં લઈ ગઈ પછી યુવકના શું થયા હાલ, જાણો વિગત
ડીમાર્ટ પાસે જઈ મિત્રો પાસેથી રૂપિયા 2.50 લાખ લઈને ચારેયને આપ્યા હતા. જોકે, તેમણે રૂપિયા 20 લાખ આપવા પડશે, નહીં આપે તો તને બદનામ કરીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ચારેય લોકોએ તેનો વીડિયો વાયરલ કરી દીધો હતો. તપાસ કરતાં યુવતી શીતલે જ પ્લાનિંગથી ફસાવ્યો હોવાની માહિતી મળી હતી. સરપંચે યુવતી સહિત 6 સામે ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરપંચ ગભરાઇ જતાં તેનો મોબાઈલ પર વીડિયો ઉતારી લીધો હતો અને ‘છોકરી સાથે સેક્સ કરવા આવ્યા છો, તમારી ઉપર દુષ્કર્મનો કેસ કરીશું, 50 લાખ રૂપિયા આપ તો તને જવા દઇશું’. સરપંચે તેના મિત્રો વડસરના ભીખા ભાલિયા, અંગૂઠણના કનુ શાંતિ પટેલ તેમજ બીજા મિત્રોને કોલ કરી રૂપિયાની જરૂર છે તેમ કહ્યું હતું.
ગત 7 સપ્ટેમ્બરે સરપંચના મોબાઇલ પર ફરી કોલ આવ્યો હતો. ભીલાપુર ગામ પાસે જમીન વેચવાની છે તેમ કહી શીતલે તેમને વાઘોડિયા રોડ આવેલ ડીમાર્ટ પાસે બોલાવી નજીકના અંબિકાધામ એપાર્ટમેન્ટમાં લઈ ગઈ હતી. પહેલા માળે બંને વાતચીત કરતાં હતાં ત્યારે અચાનક 4 લોકો ફ્લેટમાં આવી પહોંચ્યા હતાં. મારી બહેન સાથે ખરાબ કામ કરે છે તેમ કહી ચારે લોકોએ મારમાર્યો હતો.
ડભોઇના અંગૂઠણ ગામના સરપંચ કિરણ અંબુભાઇ પટેલના મોબાઇલ પર ઓગસ્ટ 2017માં મિસકોલ આવ્યો હતો. તેમણે ફોન કરતાં શીતલ નામની યુવતી બોલતી હતી. પોતે જમીન લે-વેચનું કામ કરે છે તેમ કહી સોમા તળાવ પાસે રહેતી હોવાનું જણાવ્યું હતું.
વડોદરા: ડભોઇના અંગૂઠણ ગામના સરપંચને શિનોરની યુવતી જમીનના કામે વડોદરા બોલાવી વાઘોડિયા પાસે આવેલ રોડના ફ્લેટમાં લઈ ગઇ હતી. જ્યાં તેના મળતિયાઓએ ધસી આવી મારી બહેન સાથે ખરાબ કામ કરે છે તેમ કહીને સરપંચને માર માર્યા બાદ યુવતી સાથે વીડિયો ઉતારી લીધો હતો. જે વાયરલ નહીં કરવા 50 લાખની ખંડણી માગી હતી જોકે બાદમાં 20 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સરપંચે રૂપિયા 2.50 લાખ આપ્યા બાદ ટોળકીએ વીડિયો વાયરલ કરી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -