વડોદરાઃ IT ઓફિસરે લગ્ન કર્યાં છતાં જૂની પ્રેમિકા સાથે રાખ્યા સેક્સ સંબંધ, પ્રેમિકાએ પકડી લગ્નની જીદ ને........
આ પછી 10મીએ મજૂરો પાસે ઘરની પાછળના બગીચામાં ખાતર કરવાના બહાને ખાડો ખોદાવ્યો હતો. એટલું જ નહીં, કોઈને આની ગંધ ન આવે તે માટે ખાડો ઢંકાય તે રીતે ગ્રીન નેટ લગાવી દીધી હતી. આ પછી 11મીએ પત્ની મુનેશને જયપુરની હોસ્ટેલમાંથી વડોદરા બોલાવી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્નીની હત્યા કરવા ગામના જ મિત્ર અને ભાવનગરમાં નોકરી કરતા પ્રવીન્દ્ર શર્માને તેણે વિશ્વાસમાં લીધો હતો. તેને ઇન્કમટેક્સમાં નોકરી અપાવવાનું કહી વડોદરા બોલાવી લઇ પત્ની મુનેશની હત્યા કરવા માટે મનાવી લીધો હતો. આ પ્લાનના ભાગરૂપે લોકેશકુમારે પ્રવીન્દ્રના નામે ગત 8મી એપ્રિલે હરણી એરપોર્ટ પાસેના ત્રિશા ડુપ્લેક્ષમાં ભાડાનું મકાન લીધું હતું.
જોકે, થોડા સમય પહેલા પ્રેમિકાએ લોકેશકુમારને લગ્ન કરવા માટે દબાણ કરવા માંડ્યું હતું. પહેલા તો લોકેશકુમારે વાત ટાળી દીધી હતી, પરંતુ પ્રેમિકાએ જીદ પકડતા એક મહિના પહેલા લોકેશકુમારે પત્નીનો કાંટો કાઢી નાંખી પ્રમિકા સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું અને આ માટે પત્નીની હત્યાનો પ્લાન ગઢી કાઢ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનના કઠુમારના અને હાલ વડોદરા ઇન્કમટેક્સમાં ઇન્સ્પેક્ટર લોકેશકુમાર ચૌધરીના ફેબ્રુઆરી 2017માં ભરતપુરની મુનેશ ફૌજદાર સાથે લગ્ન થયા હતાં. જોકે, લગ્ન પહેલાથી તેને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. લગ્ન પછી લોકેશકુમારે આ સંબંધો ચાલું રાખ્યા હતા. આમ, એક બાજુ લગ્નજીવન અને બીજી બાજું પ્રેમસંબંધ સાથે ચાલી રહ્યા હતા.
હત્યા પછી લોકેશકુમારે મુનેશના પરિવારને પત્ની ગુમ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેના પરિવાર સાથે મળીને પત્નીને શોધવાનો ડોળ કરવા લાગ્યો હતો. જોકે, પોલીસને પહેલેથી લોકેશકુમાર પર શંકા હતી. જેથી કડકાઇથી પૂછપરછ કરતાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. જયપુર પોલીસે હત્યાના 10 દિવસે વડોદરા આવી સ્થાનિક પોલીસને સાથએ રાખી ખાડો ખોદાવતા મુનેશની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.
અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો અને દહેજને કારણે લોકેશકુમારે પત્નીની ઠંડે કલેજે હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સપાટી પર આવી હતી. આઇટી ઓફિસર લોકેશકુમાર ચૌધરીએ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે તેના એક મિત્રની મદદ લીધી હતી. લોકેશકુમારની પત્ની મુનેશ જયપુર ખાતે સેકન્ડ ગ્રેડ ટિચરની પરીક્ષા આપવા માટે ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી તેણે પત્નીને પોતાના મિત્ર સાથે વડોદરા બોલાવી હતી.
આથી 12મીએ બપોરે મુનેશ ત્યાં આવતાં પ્રવીન્દ્ર અને લોકેશકુમારે પ્લાનિંગ પ્રમાણે મુનેશની દોરીથી ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ લોકેશે પત્ની મુનેશના કપડાં કાઢી આંતરવસ્ત્ર સાથેની લાશ બગીચા પાછળ કરેલા સાડા પાંચ ફૂટ ઉંડા ખાડામાં દાટી દીધી હતી. એટલું જ નહીં, લાશમાંથી ગંધ ન આવે તે માટે લાશની આસપાસ મીઠું અને પાણી નાખી ખાડો દાટી દીધો હતો.
પોલીસે લોકેશકુમારના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજના આધારે કેટલાક શકમંદોને ઝડપ્યા હતા. જોકે, તેમની કોઈ સંડોવણી ન હોવાથી છોડી મૂક્યા હતા. આ સમય દરમિયાન પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે, લોકેશકુમાર ચાર મોબાઈલ ફોન રાખે છે. આ મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ પોલીસે સાવચેતી પૂર્વક મેળવી હતી અને જેના આધારે લોકેશકુમાર પર આ સમગ્ર હત્યાકાંડનો મુખ્ય ખલનાયક હોવાની વિગતો મળી હતી.
પત્નીની હત્યા પછી લોકેશકુમારે તેના સાળા પ્રભંજનકુમારને ફોન કરીને મુનેશ હોસ્ટેલમાં ન હોવાનું જણાવ્યું હતું અને હોસ્ટેસ પર જઈ તપાસ કરવાનું કહ્યું હતું. આથી તેનો સાળો જયપુરની હોસ્ટેલમાં ગયો હતો અને ત્યાં તપાસ કરતાં કોઈ કામથી મુનેશ નીકળી હોવાનું જાણવા મળ્યું હતું.
જે બાદ જયપુર પોલીસ આજે વડોદરા ખાતે આવી પહોંચી હતી અને આઇટી ઓફિસર લોકેશકુમારના વડોદરા સ્થિત ઘરમાંથી આઇટી ઓફિસરની પત્નીનો જમીનમાં દટાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ જયપુર પોલીસ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને જયપુર રવાના થઇ હતી.
વડોદરાઃ ઇન્કમટેક્સના ઇન્સ્પેક્ટરે પોતાની પત્નીની અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધમાં પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્નીની ગળું દબાવીને હત્યા કર્યા પછી પત્નીની લાશ ઘર પાછળના બગીચામાં સાડા પાંચ ફૂટ ઉંડો ખાડો ખોદી દાટી દીધી હતી. આ પછી પત્ની ગુમ થયાની ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -