વડોદરાઃ નકલી ED ઓફિસર બનીને આવેલા ગઠિયા ક્યા ઉદ્યોગપતિની લક્ઝરીયસ કાર ઉઠાવી ગયા?
તેઓ પણ 15 મિનીટ સુધી નહીં આવતાં બન્ને જણાએ બંગ્લાના દરવાજા પાસેના કિ બોક્સમાંથી ઔડી કારની ચાવી લઈ ગાડી ચાલુ કરીને ફરાર થઈ ગયા હતાં. આ અંગે ફોન કરી જાણ કરતાં તેમણે ઈડી અને આરટીઓમાં તપાસ કરી હતી. પરંતુ બન્ને જગ્યાએ ઔડી કાર લઈ નહીં ગયા હોવાનું બહાર આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇડીના અધિકારીઓના સ્વાંગમાં આવેલા બંન્ને ગુજરાતીમાં બોલતાં હતા. તેણે સિક્યુરીટી ગાર્ડ રામસિંઘ બારીયાને અમિતભાઈની ઔડી કાર આરટીઓમાં ઈન્સ્પેક્શન માટે લઈ જવાની છે. તમારો ડ્રાઈવર બોલાવો તેમ કહેતાં રામસિંઘે ડ્રાઈવર કરસન રાઠવાને ફોન કર્યો હતો. જોકે તે તાત્કાલિક આવી શકે તેમ નથી તેવું કહેતા બન્ને જણાં બીજા ડ્રાઈવર ભરતભાઈ ચાવડાની રાહ જોઈ ઉભા હતાં.
અમિતના પુત્ર વેદાંતે બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંગલાના ગેટ પર ફીટ થયેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અમિત ભટનાગરનો પુત્ર વેદાંતને ઘરેથી ફોન કરીને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ઈડી અને આરટીઓમાં તપાસ કરતાં આ પ્રકારની કોઈ કાર ત્યાં નહીં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવામાં આવી હતી.
તેમજ સિક્યુરિટી ગાર્ડને આઈકાર્ડ પણ બતાવ્યું હતું. જેથી સિક્યુરિટી ગાર્ડ રામસીંગભાઈએ ડ્રાઈવર કરશન રાઠવાને ફોન કર્યો હતો. પરંતુ તે તાત્કાલિક આમ નહીં શકતા બંને આરોપીઓ બંગલાના દરવાજા પાસેના કી બોર્ડમાંથી ઔડી કારની ચાવી લઈને કાર ચાલુ કરીને ભાગી ગયા હતાં.
શનિવાર બપોરે સાડા ત્રણ વાગ્યે વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરના ઘરે બે અજાણ્યા વ્યક્તિઓ ઈ.ડી ઓફિસરનો સ્વાંગ રચીને તેમના ઘરે અંકોડિયા રોડ, મારૂતિ બંગલાની સામે સુમધુર બંગ્લોઝમાં આવ્યા હતા અને ઔડી કાર આરટીઓમાં ઈન્સ્પેક્શનમાં લઈ જવાની છે તેવું સિક્યુરીટી ગાર્ડને જણાવ્યું હતું.
વડોદરા: વડોદરા શહેરમાં 11 બેંકો સાથે રૂપિયા અઢી હજાર કરોડ ઉપરાંતનું કૌભાંડ આચરનાર ઉદ્યોગપતિ અમિત ભટનાગરનાં ઘરે શનિવારે બપોરે આવેલા બે અજાણ્યા શખ્સો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઓફિસરના સ્વાંગમાં આવીને રૂપિયા ૩૦ લાખની ઔડી કાર લઈને ફરાર થઈ ગયા હતાં. જે અંગે અમિત ભટનાગરના પુત્રે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની પોલીસ તપાસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -