લગ્નની મહેંદીનો રંગ પણ નથી ગયો ત્યાં જ પટેલ યુવતીએ કર્યો આપઘાત, ડાયરીમાં શું લખ્યું હતું, જાણો વિગત
અંજનીના મૃતદેહ પાસેથી પોલીસને એક ડાયરી પણ મળી આવી હતી જેમાં તેણે આઈ મીસ યુ મમ્મી, પપ્પા એન્ડ ફેમીલી ફ્રેન્ડસ લખ્યું છે. આ ઉપરાંત સીમકાર્ડ વિનાનો એક મોબાઈલ કબજે લેવાયો છે. અંજનીએ અંદાજીત 26 હજાર રૂપિયા ઉપાડ્યા બાદ જેમને આપવાના હતા તેમને આપી દીધા હતા અને જેમની પાસે લેવાના હતા તેનો હિસાબ પણ એક કાગળમાં લખ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના જણાવ્યા અનુસાર, હજાત ગામ ખાતે રહેતી અંજની કુમારી રમેશભાઈ પટેલ ઉ.વ.આશરે 27 ઘરેથી એક્ટિવા લઈને નિત્ય ક્રમ મુજબ જીઆઈડીસી ખાતે આવેલ એલ.આઈ.સી ઓફિસ ખાતે જવા નીકલી હતી.
પોલીસની તપાસમાં સ્થળ પરથી એક્ટીવા, પાણીની બોટલ, બેગ અને ગ્લાસ સહિતનો સામાન મળી આવ્યો હતો. તેણે ઝેરી દવા પી લીધી હતી. અંજનીના લગ્નના એક માસમાં જ છુટાછેડા થતાં તે પરિવાર સાથે રહેતી હતી. હતાશામાં તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઘટનાને પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અંકલેશ્વર: અંકલેશ્વરના હજાત ગામે રહેતી યુવતીએ ખેતરમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. એલઆઈસીમાં એજન્ટ તરીકે ફરજ બજાવતી યુવતીના લગ્નના એક મહિનામાં જ છુટાછેડા થઈ જતાં હતાશામાં તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
રાત્રે અંજની પરત ઘરે ન આવતાં પરિવારજનો ચિંતિંત બની ગયો અને તેની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ જુની દીવી ગામે એક ખેતરમાં યુવતીનો મૃતદેહ જોવા મળતાં લોકોએ પોલીસને જાણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -