વડોદરાઃ હોટલમાં લઇ જઇને સગા માસાએ ભત્રીજી પર કર્યો રેપ, વીડિયો બનાવી આપી મોતની ધમકી
જાનકીને તેના માસા મંદિરમાં દર્શન કરવાનું બહાનું કાઢી ઉમેટા તરફ લઇ ગયા હતા. બાદમાં પીડિતાએ જીદ કરતા તેનો માસો તેને લઇને સ્ટેશન તરફ આવ્યો હતો જ્યાં તેણે ટીફિન બંધાવવાનું બહાનુ કાઢી બાઇક ઉભુ રાખ્યું હતું. બાદમાં વિજય ઘરે જવાને બદલે પીડિતાને સ્ટેશન વિસ્તારમાં પ્રતાપગંજ ખાતે આવેલી એક હોટલમાં લઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી B.sc થયેલી જાનકી(નામ બદલેલ છે) ગોત્રી રોડ ઉપર આવેલી માર્કેટીંગ કંપનીમાં ટેલીકોલર તરીકે 10 દિવસ પહેલા જ નોકરી પર લાગી હતી. ગઇકાલે રાત્રે 8 વાગ્યે નોકરી પરથી છૂટી ત્યારે જાનકીને તેના પિતા રિક્ષા લઇને લેવા માટે આવ્યા હતા. તે સમયે ગોત્રી રોડ ઉપર આવેલા 301, શાંતમ એપાર્ટમેન્ટમાં રહેતા યુવતીના માસા વિજય મનસુખ કલાણીયા પોતાનુ ટૂ વ્હિલર લઇને આવ્યા હતા.
વડોદરાઃ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સગા માસાએ ભત્રીજીને હોટલમાં લઇ જઇને તેના પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પીડિત યુવતીએ તેના સગા માસા પર તેની માસી અને પુત્રને મળવા લઇ જવાના બહાને સ્ટેશન વિસ્તારની હોટલમાં લઇ જઇ માર મારીને બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે.
પીડિત યુવતીએ જણાવ્યું કે તેના માસાએ બળાત્કાર ગુજાર્યા બાદ તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને મને બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં કોઇને આ વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ભત્રીજી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ હવસખોર માસા જાનકીને તેની સોસાયટી પાસે મોડી રાત્રે મૂકી ગયો હતો. મોડી રાત્રે ઘરે પહોંચેલી યુવતીને માતા-પિતાએ મોડા આવવાનું કારણ પૂછતા તે ચોંધાર આંસુએ રડી પડી હતી. અને માસાની હવસનો શિકાર બની હોવાનું જણાવ્યું હતું. યુવતીની માતાએ તરત જ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં માસા વિજય મનસુખ કલાણીયા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના કહેવા પ્રમાણે, તેના માસાએ એક મહિના અગાઉ પણ તેની છેડતી કરી હતી પરંતુ બાદમાં તેમણે આ અંગે માફી માંગી લીધી હતી.
હોટલમાં આવવા પર જાનકીએ સવાલ કરતા માસાએ કહ્યું કે, મારે તારી સાથે 15 મિનીટ વાત કરવી છે. તેમ જણાવી હોટલના પ્રથમ માળે આવેલી રૂમમાં ભત્રીજીને લઇ ગયો હતો. રૂમમાં જઇ જાનકીને બે લાફા મારી દીધા હતા. અને તેના પર રેપ ગુજાર્યો હતો. રેપ કર્યા બાદ ભત્રીજીને ધમકી આપતા કહ્યું હતું કે, જો તું આ વાત કોઇને કરીશ તો તારો અહીં વિડીયો ઉતરેલો છે. તને બદનામ કરી નાંખીશ અને તને જાનથી મારી નાંખીશ.
બાદમાં તેમણે ભત્રીજીને જણાવ્યું હતું કે, મારા પુત્રની તબિયત સારી નથી. એ અને તારી માસી તને યાદ કરે છે. તેમ જણાવી જાનકીને તેના પિતાની હાજરીમાં પોતાના ટૂ વ્હીલર પર બેસાડીને સિંધરોટ-ઉમેટા તરફ લઇ ગયો હતો. અને પિતા પોતાની રિક્ષા લઇને ઘરે પહોંચી ગયા હતા.