વડોદરાઃ ભગવાનનો વરઘોડો કઢાવીને હીરો બનેલા જસપાલની બદલી થતાં લોકો રસ્તા પર ઉતરેલા
જસપાલસિંહ પછી ધારાસભ્યપદે પણ ચૂંટાયા અને ભાજપની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. પછી તબિયત બગડતાં અકોટામાં ગ્રીનપાર્ક સોસાયટીમાં પત્ની હેમંતિકાબહેન સાથે રહેતા જસપાલસિંહ છેલ્લા કેટલાંક સમયથી હ્રદયની બિમારીથી પીડાતા હતા. તેમની બે દીકરીઓ પૈકી એક ઓસ્ટ્રેલિયા અને બીજી સિંગાપુરમાં સ્થાયી થયાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લોકચાહના જોઈ જસપાલસિંહે રાજીનામું ધરી દીધું અને રાજકારણમાં ઝંપલાવી સાવધાન પક્ષ બનાવ્યો. તેમના પક્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપનો સફાયો કરીને જીત મેળવી. જસપાલ પોતે મેયર બન્યા. કેજરીવાલ અધિકારીમાંથી સફળ રાજકારણી બન્યા તેના વરસો પહેલાં જસપાલે એ કરી બતાવ્યું હતું.
જો કે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને જસપાલસિંહની નાફરમાની પસંદ ના આવી તેથી તેમની તાત્કાલિક બદલી કરી નાંખી. વડોદરાનાં લોકો એ બદલી સામે રસ્તા પર ઉતરી આવ્યા અને જસપાલસિંહના બંગલાની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી. જસપાલસિંહ બહાર નિકળી ના શકે તેવી હાલત થઈ ગઈ.
જસપાલસિંહે વરઘોડામાં તોફાન ના થાય એટલે મુસ્લિમ અસામાજિક તત્વોને પકડીને અંદર કરી દીધા હતા. તેમણે એવો જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો કે કોઈ કાંકરીચાળો પણ ના કરી શક્યું ને વટભેર ભગવાનનો વરઘોડો નિકળ્યો. જસપાલસિંહની આ મર્દાનગી પર વડોદરાવાસીઓ ઓવારી ગયા હતો.
જસપાલસિંહને વડોદરાના પોલીસ કમિશનર તરીકે માંડ 100 દિવસ થયા હતા. આ સંજોગોમાં એ કોઈ જોખમ લે એવી શક્યતા નહોતી પણ જસપાલસિંહ ભડવીર સાબિત થયા. તેમણે સરકારમાં બેઠેલા પ્રધાનોની સૂચનાને અવગણીને ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો ધામધૂમથી કઢાવ્યો હતો.
ભગવાન નરસિંહજીનો વરઘોડો કોમી રીતે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતો. માંડવીથી ચાંપાનેર દરવાજા, યાકુતપુર, ફતેપુરા, કોયલી ફળિયા, કુંભારવાડા થઇ તુલસીવાડી પહોંચતો વરઘોડો નિકળે તો તેના પર હુમલો થાય અને કોમી તોફાનો ભડકે તેવી દહેશત હતી તેથી ગુજરાત સરકારે વરઘોડો કાઢવા ના પાડી દીધી હતી.
જસપાલસિંહ 1983માં વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા એ વખતે માહોલ તણાવપૂર્ણ હતો. ગુજરાતમાં કોમી તોફાનો ભડકેલાં હતાં. કોંગ્રેસનું શાસન હતું તેથી હિંદુઓ ફફડાટમાં હતા. ફફડાટ એટલો હતો કે પરંપરાગત રીતે દર વસરો નિકળતો વડોદરાની શાન ગણાતા ભગવાન નરસિંહજીનો વરઘોડો પણ નહીં નિકળે એવું લાગતું હતું.
વડોદરાઃ ગુજરાત સરકારમાં પ્રધાન રહી ચૂકેલા જસપાલસિંહનું રવિવારે રાત્રે 91 વર્ષની વયે નિધન થયું એ સમાચારની બહુ નોંધ ના લેવાઈ પણ આઈપીએસમાંથી રાજકારણી બનેલા જસપાલસિંહે એક સમયે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. જસપાલસિંહ એક સમયે વડોદરાના હીરો હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -