વડોદરાઃ '5 વકીલ યુવતીઓ બિલ્ડરો બિઝનેસમેન સાથે સેક્સ સંબંધો બાંધે છે ને પછી....' કોને લખાયો આવો પત્ર?
વડોદરાઃ વકીલ મંડળમાં ચાલતા આંતરિક રાજકારણનો વરવો નમૂનો બહાર આવ્યો છે. શહેરની 5 મહિલા વકીલને લૂંટેરી દુલ્હન તરીકે ચીતરતો પત્ર દીવાળીપુરા કોર્ટ ગેટ નં 6 પાસેથી મળી આવ્યો હતો. ડિસ્ટ્રીક્ટ જજને સંબોધીને લખેલા આ પત્રમાં મહિલા વકીલો બિલ્ડરો અને વેપારીઓ સાથે અંગત સંબંધ બાંધી બ્લેકમેઇલ કરી લાખો રૂપિયાના ગાડી બંગલા ખરીદ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ડિસ્ટ્રિક્ટ જજને ઉદ્દેશીને પત્ર લખનારે પોતાનું નામ જાહેર કર્યું નથી પરંતુ એક સાચો સાંઇ ભક્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્રિકામાં પાંચ મહિલા વકીલો સામે અત્યંત નિમ્ન કક્ષાના આરોપો મુકવામાં આવ્યા છે અને આ વકીલો માલેતુજાર બનવા માટે બિલ્ડરો,વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ટાર્ગેટ બનાવી વડોદરાની જુદી જુદી હોટલોમાં (પાંચ હોટલોના નામનો ઉલ્લેખ છે)વીડિયો ઉતારી લઇ તેમને બ્લેકમેઇલ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલીક મહિલાએ તો મોટીરકમ લઇ છૂટાછેડા લીધા હોવાનું અને પોતે કુંવારી છે તેમ કહી રહી હોવાનો ઉલ્લેખ કરાયો છે.
આ વકીલોના નામો લખીને તેમની મિલકતોનો પણ પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. તા.૨૨મીએ સાંજે મળેલા જુદા જુદા બે કવરમાં આ અરજી મુકવામાં આવી હતી. માત્ર મહિલા વકીલોને જ નહીં પણ બીજા કેટલાક પુરૂષ વકીલોના પણ નામોનો ઉલ્લેખ કરી તેમને એજન્ટ તરીકે દર્શાવીને બદનામ કરવામાં આવ્યા છે.
આ અંગે એક મહિલા વકીલ હિંમત બતાવી આગળ આવી છે અને તેણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસ કમિશનરે આ ગુનાની તપાસ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એચ એમ ચૌહાણને સોંપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -