વડોદરાઃ નોકરી માટે ગયેલી યુવતીને બોસ ભેટી પડ્યો, ડઘાઈ ગયેલી યુવતીએ શું કર્યું?
બોસના વર્તનથી ડઘાઇ ગયેલી યુવતી શખ્સને ધક્કો મારી ઓફિસમાંથી ભાગી છૂટી હતી અને અભયમને ફોન કર્યો હતો. મહિલા સુરક્ષા હેલ્પલાઇન પર યુવતીએ જણાવ્યું હતું કે, મને નોકરી આપનાર મારી સાથે શારીરિક છેડછાડ કરે છે. કોલ મળતાં અભયમે યુવતીને મળીને તેની વ્યથા સાંભળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે વિગતો એવી છે કે, તાજેતરમાં છાપામાં જાહેરાત આવી હતી કે, સ્માર્ટ. એક્ટિવ અને કોમ્પ્યુટરની જાણકાર ફીમેલ ક્લાર્કની જરૂર છે. આથી યુવતીએ સંપર્ક કરતાં નોકરીની લાલચ આપ્યા બાદ યુવતીને ઓફિસ બોલાવી હતી. યુવતી જ્યારે ઓફિસમાં પહોંચી ત્યારે શખ્સ તેને અભિનંદન કહીને ભેટી પડ્યો હતો અને ઓફિસ તારી પોતાની છે તેમ જણાવી પોતાની તરફ ખેંચી હતી.
વડોદરાઃ શહેરની એક યુવતીને નોકરી માટે જતાં કડવો અનુભવ થયો છે. યુવતી છાપામાં જાહેર ખબર વાંચીને નોકરી માટે ઓફિસના એડ્રેસ પર ગઈ હતી. અહીં પહોંચતા જ યુવતીને ઓફિસના બોસે તેને આવકારી હતી અને યુવતી કંઇ સમજે તે પહેલાં જ ભેટી પડ્યો હતો. જોકે, ડઘાઈ ગયેલી યુવતીએ બોસને ધક્કો મારી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -