વડોદરા: 80 ટકા બ્લાઈંડ પ્રાચીને ત્રણ IIMમાં મળ્યું એડમિશન, કરવો છે બિઝનેસ
ધોરણ-12 સારા ટકા સાથે પાસ કર્યા બાદ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાંથી બીબીએમાં પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ પ્રવેશ લીધો હતો. હાલમાં બીબીએના ત્રીજા વર્ષમાં પ્રાચી અભ્યાસ કરે છે અને પરીક્ષા આપી રહી છે. પ્રાચીના પિતા ગાર્મેન્ટ્સનો બિઝનેસ કરે છે. જ્યારે મોટી બહેન મુંબઇથી એમબીએ કરે છે. નાનો ભાઇ સ્કૂલમાં ધો.2માં ભણે છે. પ્રાચીને 2030 પહેલાં જ કારકિર્દીના સ્વપ્નને પૂરાં કરીને બ્લાઇન્ડ લોકો માટે એક એનજીઓ સંસ્થા ઉભી કરીને તેમને જીવનમાં ખુશીઓ વહેંચવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરતી પ્રાચી સુખવાનીને દેશની સૌથી બિઝનેસ સ્કૂલ IIMમાંથી કોલ લેટર આવ્યા છે. એ પણ એક નહિ, ત્રણ આઇઆઇએમ-અમદાવાદ, બેંગ્લોર અને કોલકત્તામાંથી પ્રાચીને એડમિશન લેટર આવ્યા છે.
પ્રાચીએ ભવિષ્યના પ્લાન વિષે જણાવતા કહ્યું કે, ‘હું બીબીએ બાદ એમબીએ કરીને પાંચ વર્ષ સુધી સ્ટાર્ટઅપ હેઠળ બિઝનેસ કરીશ.’
બંને આંખોમાં દૃષ્ટિની ખામી છે. પ્રાચીએ બંને આંખનું 80 ટકા વિઝન ગુમાવી ચૂકી છે. તેની આ તકલીફને તબીબો મેક્યુલર ડિસ્ટ્રોફી તથા રેટિનલ ડિજનરેશન તરીકે ઓળખે છે. પ્રાચી ધો.9-10માં આવી ત્યારે તે બંને આંખોમાં 60 ટકા દૃષ્ટિ ગુમાવી ચૂકી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -