વડોદરાઃ ખુલ્લા મેદાનમાં સૂતેલી નગ્ન યુવતી અને ત્રણ પુરુષોની ઘટનામાં શું આવ્યો ચોંકાવનારો વળાંક?
આ અંગેની વિગતો એવી છે કે, ગૌચરના ખુલ્લા મેદાનમાં નગ્ન યુવતી અને ત્રણ દાઢીવાળા પુરુષોના સમાચાર પ્રગટ થયા પછી યુવતીના સંબંધીઓ સાધલી આવ્યા હતા. અહીં સાડીના ફોટા અને સાડીનો કલર મેચ થતાં આ યુવતી બીજું કોઈ નહીં મોટી કોરલના સુધાબેન ચંપકલાલ શાહ હોવાનું સામે આવ્યું છે. સુધાબેનના પરિવારજનોએ સાત દિવસ પહેલા પાલેજ પોલીસમાં જાણવા જોગ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ગૌચરમાં આ યુવતી અને ત્રણ દાઢીવાળા પુરુષોને એક યુવક જોઈ જતાં તેમને પકડવા આ પુરુષો પાછળ દોડ્યા હતા, પરંતુ યુવક આ વિસ્તારનો જાણીતો હોય તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ પછી તેણે ગામલોકોને વાત કરતાં કેટલાક યુવકો લાકડી સાથે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ આ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગાય હતા.
આ પછી આ ઘટનાએ આસપાસમાં ભારે ચર્ચા જગાવી હતી. સુધાબેનના પરિવારજનોએ સેગવા પોલીસને જાણ કરતાં પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ રક્ષક દળના જુવાન સાથે રાખી તપાસ કરતાં કુકસ નર્મદા કેનાલ પાસે ઘટનાસ્થળે તપાસ કરતાં સાડીઓ આજે ગુમ હતી. આગળ તપાસ કરતા અન્ય 7થી 8 સ્થળે તાંત્રિક વિધિના અનેક સાધનો બોટલ, બાળકોના અંડરગાર્મેન્ટ, વગેરે મળી આવ્યા હતા.
વડોદરાઃ થોડા દિવસ પહેલા શિનોર તાલુકાના ખુલ્લા મેદાનમાં ગાદલા પર સૂતેલી યુવતી અને ત્રણ દાઢીવાળા પુરુષોની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. હવે આ ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ ઘટનામાં જે યુવતી હતી, તે સાત દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે. યુવતીના પરિવારજનોએ ઘટનાસ્થળે આવી મેદાનમાં પડેલી વસ્તુ પરથી ઓળખ કરી હતી.
સુધાબેનના મિલકત સંબંધી ઝઘડા ચાલે છે, તેઓ પાલેજ ગામે ભાણા કુનાલ (મોન્ટુ)ની સહી કરાવી પરત મોટી કોરલ આવવા નીકળેલા પરંતુ ઘરે પહોંચ્યા નહોતા. છેલ્લે સુધાબેનના મોબાઈલનું લોકેશન સાધલી આવતું હતું. હવે પોલીસ તપાસ પછી જ ખબર પડશે, કે આ ત્રણ દાઢીવાળા પુરુષો કોણ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -