વડોદરાની યુવતીને મળી ‘Momo Challenge’, જાણો શું મળી ધમકી?
ખતરનાખ બ્લૂ વ્હેલ બાદ હવે ઈન્ટરનેટ પર ‘Momo’ ચેલેન્જ બાળકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. ‘Momo’ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જે ફેસબુક, વોટ્સએપ અને યુ-ટ્યુબ પર જોવા મળે છે. સુત્રો પ્રમાણે, આ એકાઉન્ટના આધારે બાળકોને હિંસક તસવીર મોકલવામાં આવી રહી છે. વોટ્સએપ પર બાળકો ઘણાં સ્ટેપ્સના આધારે ‘Momo’ ચેલેન્જ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશોમાં જ ચાલતી ચેલેન્જ વડોદરામાં રહેતી યુવતી સુધી પહોંચી હતી. કુટુંબીજનોની સતર્કતાને કારણે યુવતી ‘મોમો ચેલેન્જ’નો શિકાર થતાં બચી ગઈ હતી.
‘મોમો ચેલેન્જ’ની શરૂઆત સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પરથી થઈ રહી છે. ફેસબુકની કોમ્યુનિટીમાં ‘મોમો ચેલેન્જ’ આપવામાં આવવાની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ વોટ્સએપના માધ્યમથી તેનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે.
આ ગેમમાં જેમ જેમ આગળના સ્ટેપ રમીએ તેમ તે બ્લૂ વ્હેલની જેમ હિંસક ચેલેન્જ આપવામાં આવે છે. મેક્સિકો ,આર્જેન્ટિના ,કોલંબિયા વગેરે દેશોમાં મોમો ચેલેન્જ સ્વીકાર્યા બાદ આત્મહત્યાના બનાવો નોંધાયા છે. જેને કારણે મોમો ચેલેન્જ મોતનું કારણ બની રહી છે.
રવિવારે સાંજે 4 વાગ્યે વડોદરાની યુવતીને તેના મોબાઈલ પર વોટ્સ એપ એપ્લિકેશન પર અજાણ્યા નંબર પરથી હેલો, આઈ એમ મોમો તેવો મેસેજ મળ્યો હતો. ત્યાર બાદ યુવતીએ તેના નામનો મતલબ પૂછતાં સામેથી જવાબ મળ્યો હતો કે, મોમો ઈઝ માય નેમ, લેટ્સ પ્લે ગેમ. આ સાંભળી યુવતી ચોંકી ઉઠી હતી અને યુવતીએ ચેલેન્જ મોકલનાર નંબરને બ્લોક કરાવ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ યુવતીએ કરી હતી.
વડોદરા: બ્લુ વ્હેલ ચેલેન્જના આંતક બાદ એક વાર ફરી તેના જેવી જ ગેમ ‘મોમો ચેલેન્જે’ દેશમાં આંતક મચાવવાનું ચાલુ કરી દીધું છે. દેશ સહિત વિદેશમાં ‘મોમો ચેલેન્જ’ના કારણે આત્મહત્યાના બનાવોને કારણે ભારે દહેશત જોવા મળી છે. ત્યારે વડોદરાની એક યુવતીને ‘મોમો ચેલેન્જ’ મળતાં ચર્ચાનો વિષય બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -