Exit Poll 2024
(Source: Poll of Polls)
વડોદરાઃ પાંચ-પાંચ વર્ષ સુધી હવસખોર પિતા દીકરી પર ગુજારતો રહ્યો બળાત્કાર, કેવી રીતે થયો ઘટસ્ફોટ?
આ અંગેની વિગત એવી છે કે, છૂટક ડ્રાઇવિંગ કરતાં અને મકરપુરામાં પરિવાર સાથે રહેતા આધેડને બે દીકરી અને એક દીકરો છે. વર્ષ 2012માં પત્નીને થાઈરોડની બીમારી થતાં તેને પાંચ દિવસ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. દરમિયાન નાની દીકરી માતા સાથે અને મોટી દીકરી ઘરે રહેતી હતી. જ્યારે દીકરો વેકેશન હોવાથી મિત્રો સાથે ફરવા ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્ની અને નાની દીકરી હોસ્પિટલમાં અને દીકરો ફરવા ગયો હોવાથી હવસખોર પિતાએ મોટી દીકરીને એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. દીકરી સાથે સૂતેલા હવસખોર પિતાએ પેટમાં દુઃખે છે, તેમ કહીને પાસે બોલાવી હતી અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કાર ગુજારાયો ત્યારે મોટી દીકરીની ઉંમર માત્ર 14 વર્ષ હતી.
દીકરી પર પોતાના જ પતિએ નજર બગાડી હોવાનું બહાર આવતાં માતા દીકરીને લઈને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને દીકરીને ગર્ભવતી બનાવનાર હવસખોર પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે યુવતીને ફરિયાદને આધારે બળાત્કાર ગુજારનાર તેના પિતાની અટક કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ પછી મંગળવારે સવારે ચાર વાગ્યે દીકરીને પેટમાં સખત દુઃખાવો ઉપડતાં તેની માતા અને નાની બહેન તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટર્સે સાચું કારણ જાણવા સોનોગ્રાફી કરતાં યુવતીને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરે યુવતીની માતાને તેમની દીકરી માતા બનવાની છે અને ચાર મહિના ગર્ભવતી છે, તેવું જણાવતાં માતા આઘાતમાં બેભાન થઈ ગયા હતા.
વડોદરાઃ પાંચ-પાંચ વર્ષથી સગી દીકરી પર હવસખોર પિતા બળાત્કાર ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વડોદરામાં પિતા પર ફિટકાર વરસી રહ્યો છે. દીકરીને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ઉપસ્થિત ડોક્ટરે યુવતી ચાર મહિના ગર્ભવતી હોવાનું જણાવતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીએ પોતાના પેટમાં પિતાનું પાપ હોવાનું જણાવતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા.
જોકે, હવસખોર પિતાને આનાથી કોઈ જ ફરક પડ્યો નહોતો અને માસિક આવવાની ગોળીઓ લેવાનું જણાવ્યું હતું. આ પછી ગત સોમવારે સાંજે 7 વાગ્યે દીકરી રસોઇ બનાવતી હતી, ત્યારે સંબંધ માટે કહ્યું હતું, પરંતુ ત્યારે દીકરીએ પેટમાં દુઃખતું હોવાનું જણાવતા પિતાએ ઠપકો આપ્યો હતો કે, તે માસિકની ગોળી કેમ લેતી નથી.
આ પછી હવસખોર પિતાએ દીકરીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી અને આ સિલસિલો પાંચ વર્ષ સુધી ચાલું રહ્યો હતો. છેલ્લા હવસખોર પિતાએ 19મી એપ્રિલે માતા ફળિયામાં બેસવા ગઈ હતી, ત્યારે રસોડામાં કામ કરતી દીકરીને હવસનો શિકાર બનાવી હતી. આ સમયે દીકરીએ પોતાને ચાર મહિનાથી માસિક ન આવ્યું હોવાનું અને પેટમાં દુઃખતું હોવાનું જણાવ્યું હતું.
થોડીવાર પછી ભાનમાં આવેલા માતાએ દીકરીની પૂછપરછ કરતાં યુવતીએ જણાવ્યું હતું કે, તેના પિતા તેના પર પાંચ વર્ષથી બળાત્કાર ગુજારી રહ્યા છે. તેઓ ધમકી આપતા હોવાથી અત્યાર સુધી ચુપ રહી હતી. એટલું જ નહીં, યુવતીએ જણાવ્યું હતું કે, કદાચ તે તેમને વાત કરત તો તે માનત નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -