વડોદરાના બિઝનેસમેને સાળાની પત્નીને ફસાવી બાંધ્યા સેક્સ સંબંધ, પછી બંને ભાગી ગયા કશ્મીર, જાણો પછી શું થયું?
પ્રવિણ અવાર-નવાર કોઈને કોઈ બહાને સાળાની પત્નીને ફોન કરતો હતો. તેમજ તેમની વચ્ચે વોટ્સએપથી પણ લાંબી વાતો થવા લાગી હતી. જેની જાણ દક્ષા અને તેના ભાઈને થઈ ગઈ હતી. તેમને પ્રવિણને અને ભાભીને ખૂબ સમજાવ્યા હતા, પરંતુ બંને એકબીજાને ભૂલવા તૈયાર નહોતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુનાગઢમાં રહેતા અને ખેતી કરતા સાળા પંકજના લગ્ન થયા પછી પ્રવિણનું દિલ સાળાની સ્વરૂપવાન પત્ની પર આવી ગયું હતું. તેના સાળે પણ એખ સંતાન છે અને તેઓ પણ પોતાનું સુખી દાંપત્ય જીવી રહ્યા હતા. જોકે, પ્રવિણે સાળાની પત્ની પર દાનત બગાડ્યા પછી બધું જ બદલાઈ ગયું હતું.
બિઝનેસમેનના નવ વર્ષના દીકરાએ પિતા અને પોતાની મામીના ફોટા જોયા પછી પિતાને પરત આવી જવા જણાવ્યું હતું કે, તે તેના દીકરાની મામી સાથે ખૂશ હોવાનું જણાવ્યું હતું અને તેમને તેમની રીતે જિંદગી જીવવાનું જણાવ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરામાં હોટલનો બિઝનેસ કરતાં પ્રવિણ ચૌહાણ(નામ બદલ્યુ છે)ના લગ્ન 15 વર્ષ પહેલા દક્ષાબેન(નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક 9 વર્ષનો દીકરો અને 14 વર્ષની દીકરી છે. થોડા વર્ષો તો સુખેથી વિત્યા હતા, પરંતુ આ પછી બિઝનેસમેનના જીવનમાં પોતાના સગા સાળાની પત્ની આવી ગઈ હતી.
દક્ષાબેને પતિ સામે પડતાં પ્રવિણે છૂટાછેડા આપી દેવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી તરફ પ્રેમિકા એવી સાળાની પત્નીએ પણ પોતાને અપનાવવા પ્રવિણ પર દબાણ કર્યું હતું અને ન અપનાવે તો મરી જવાની ધમકી આપી હતી. તેણે પોતાના પતિને પણ નણદોઇ સાથેના પ્રેમસંબંધમાં વચ્ચે ન આવવાની ધમકી આપી દીધી હતી.
આમ, ગત ડિસેમ્બર મહિનામાં પ્રવિણ સાળાની પત્નીને કારમાં ભગાડી ગયો હતો. પછી તે કશ્મીર ફરવા ભાગી ગયો હતો અને ત્યાંથી તેણે પોતાના દીકરાના મોબાઇલ પર વોટ્સએપથી ફોટા મોકલતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. દક્ષાબેને પોતાનું અને ભાઈનું સાંસારિક જીવન બચાવવા માટે પતિ પ્રવિણ, ભાભી અને અન્યો સામે મહિલા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે શહેરમાં કારેલીબાગ, વાઘોડિયા રોડ, સમા, તરસાલી અને અંકલેશ્વર શાખા ધરાવતા હોટલ માલિક પ્રવિણ ચૌહાણ અને તેની સાથે રહેતી તેના સાળાની પત્નીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાઃ શહેરમાં પાંચ પાંચ હોટલ ધરાવતો બિઝનેસમેન પોતાની સાળીને લઈને ફરાર થઈ જતાં બિઝનેસમેનની પત્નીએ પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ બિઝનેસમેન ગત ડિસેમ્બર મહિનામાં પોતાના સગા સાળાની પત્નીને લઈને ભાગી ગયો હતો. દરમિયાન કશ્મીર ગયેલા બિઝનેસમેને પોતાના પુત્રને બંનેની તસવીરો વોટ્સએપ પર મોકલતાં સમગ્ર હકિકત સામે આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -