વડોદરા: ઉદ્યોગપતિના ઘર પર પોલીસની રેડ, સ્ટોર રૂમમાંથી મળ્યા 19.67 લાખ રૂપિયા
ઉદ્યોગપતિના ઘરમાં દારૂ-બિઅરનો મોટો જથ્થો પડ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતાં ટીમે રેડ કરી હતી. પોલીસે ઘરમાં જડતી કરતાં વિદેશી દારૂ અને બિઅરનાં ટિન મળી કુલ રૂા. 21,960નાં 91 નંગ મળી આવ્યાં હતાં. પોલીસે વિદેશી દારૂ અને બિઅરનો જથ્થો જપ્ત કરી સાહિલ ગોયલની ધરપકડ કરી હતી. બાપોદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પૂછતાછમાં સાહિલે તેના મોટાબાપુના નામે પરમિટ છે અને દારૂ-બિઅરનો આ જથ્થો પરમિટનો હોવાનું રટણ કરી બિલ તેના ઘરે રાખ્યું હોવાની કેફિયત કરતાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ મહાવીરસિંહ વાઘેલા સહિતની ટીમે સોમવારે તેના ઘરે ફરી સર્ચ હાથ ધર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા: આખા દેશમાં નોટબંધી હોવા છતાં આવક વિભાગને ઘણા સ્થળોએ કથળા ભરીને અથવા તો બેંગ ભરીને રૂપિયા મળે છે. બસ આવો જ કિસ્સો વડોદરામાં બન્યો છે. વિદેશી દારૂ અને બિઅરનાં ટિન સાથે પકડાયેલા ઉદ્યોગપતિના પુત્રના રિમાન્ડ દરમિયાન તેના આજવા રોડ સ્થિત ઘરે સર્ચ કરતાં રૂા. 13 લાખની કિંમતની રૂા. 2000 ની નવી નોટ સહિત કુલ રૂા. 19.67 લાખ રોકડા મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના આજવા રોડ સોનલ વાટિકા સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ સુરેશ ગોયલ સરદાર એસ્ટેટમાં સાયન્ટિફિક ગ્લાસની ફેક્ટરી ધરાવે છે. તેમનો 25 વર્ષીય પુત્ર સાહિલ પણ તેમની. સાથે ફેક્ટરી સંભાળે છે. જોકે બે દિવસ પહેલાં પોલીસની તપાસમાં રકમનો જથ્થો મળ્યો હતો પરંતુ ત્યારબાદ સર્ચ કરવામાં આવતાં રસોડાની બાજુમાં આવેલા સ્ટોર રૂમમાંથી રૂપિયા 19.67 લાખ ભરેલો થેલો મળી આવ્યો હતો. ઉદ્યોગપતિ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે,અને તેમની પત્ની પોતાના પુત્રના લગ્ન માટે રકમ એકત્ર કરી રહી હોવાનું પોલીસને જણાવ્યું હતું ત્યારે રકમ કોની છે તે વિશે ભારે રહસ્ય સર્જાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -