વડોદરાઃ જજે પત્નિના નગ્નાવસ્થામાં ફોટા અને નહાતી વખતના વીડિયો ઉતારી પછી શું કર્યું ? જાણો ચોંકાવનારી વિગત
આ અંગે મહિલા પોલીસ મથકમાં જજની સામે ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ વિવાદી કિસ્સામાં અન્ય જજો દ્વારા સમાધાન અને છૂટાછેડા લેવા માટે દબાણ પણ કરવામાં આવતુ હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત વડોદરા સરકીટ હાઉસમાં તો જજ વકીલ યુવતી સાથે સેક્સ માણતા કઢંગી હાલતમાં ઝડપાઇ ગયા હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જજ દ્વારા તેમની પત્નીને ગત માર્ચ મહિનામાં તેના પુત્ર સાથે પિયરમાં કાઢી મૂકીને મ્યુચ્યુઅલ અંડર સ્ટેન્ડિંગ ડિવોર્સ પેપર પણ ગોધરા કોર્ટમાં દાખલ કરી દીધા હોવાનો આક્ષેપ કરાયો છે.
વડોદરાઃ વડોદરાની એક કોર્ટમાં ફરજ બજાવતા જજની સામે તેની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. વડોદરામાં જજ બીજી યુવતી સાથે સેક્સ માણતા રંગે હાથ ઝડપાઈ ગયા હોવાથી તેમણે પત્નિને વ્યભિચારી સાબિત કરવા માટે તેનો નગ્નાવસ્થામાં વીડિયો ઉતારી બીજાને મોકલ્યા હોવાની ફરિયાદ થઈ છે.
આ જજે પત્નિને 'તારા નામે જમીન લેવી છે' તેમ જણાવી કોરા સ્ટેમ્પ પેપર પર તેની સહીઓ લીધી છે. તેમના પતિ પર અન્ય મહિલાઓ સાથેના આડાસંબધનો સીધો આક્ષેપ મૂકતાં જણાવ્યુ છે કે, ગોધરામાં વકીલ તરીકે પ્રેકટીસ કરતા હતા ત્યારે કોઇ છોકરી સાથે તેઓને આડાસંબધ હતા. તેઓ વચ્ચે ગોધરા માર્કેટમાં ઝઘડો પણ થયો હતો.
તેમણે ફરિયાદમાં જજે તેમની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના આક્ષેપ પ્રમાણે જજે તેને જણાવ્યું હતું કે, 'હું જજ છું. તુ મારુ કંઇ બગાડી શકવાની નથી. બધા લોકો છૂટાછેડા માટે છોકરીને પૈસા આપે છે. જયારે હું છૂટાછેડા માટે તારા મા-બાપ પાસેથી રૂપિયા ૨૫ લાખ લઇશ'.
આ ઉપરાંત પત્નિ બાથરૂમમાં સ્નાન કરતી હોય ત્યારે દરવાજો ખુલ્લો રખાવી મોબાઇલ ફોનથી તેનો નગ્નાવસ્થામાં વીડિયો પણ ઉતારેલો છે. આ ફોટા અને વીડિયો બીજાને મોકલીને મહિલાને વ્યભિચારી સાબિત કરી બદનામ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ પણ યુવતી દ્વારા જજ પતિ સામે કરવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પિયરમાં રહેતી મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, દ્વારકાથી ગત સપ્ટેમ્બર માસમાં તેમના પતિની વડોદરામાં બદલી થઇ હતી. વડોદરાના અલકાપુરી કવાટર્સમાં તેઓ રહેતા હતા. તે સમયે તેના પતિએ પોતાના મોબાઇલમાં તેની નગ્નાવસ્થામાં તસ્વીરો ખેચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -