વડોદરાની શરાબની મહેફિલઃ રીપોર્ટ પોઝિટિવ આવતાં જાણો કોની થઈ ધરપકડ? ઉદ્યોગપતિઓમાં ફફડાટ
પોલીસે દારૂની મહેફિલમાં હાજર મહિલાઓ સહિત 271 લોકોને ઝડપી પાડ્યાં હતાં. પાર્ટીમાં બ્રિટિશ નાગરિકો તથા એનઆરઆઈ પણ હતાં. પોલીસે તમામના બ્લડ સેમ્પલ લેવડાવી તેમના પાસપોર્ટ જમા લીધા હતા. પોલીસે તમામ લોકોનાં બ્લડ સેમ્પલ તપાસાર્થે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી આપ્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે આ અંગે બ્રિટિશ એમ્બેસીને પણ જાણ કરી દીધી હતી. બ્રિટિશર યુવક-યુવતી જીતેન્દ્ર શાહની પૌત્રીનાં મિત્રો હોવાથી લગ્નમાં આવ્યા હતા. બેન્ઝામીન ઉપકોટ અને રોબિન બોયડ બ્રિટનના ચર્ટસીમાં રહે છે. બ્રિટિશોના લોહીના નમૂનામાં આલ્કોહોલની માત્રા વધુ આવતાં પાર્ટીમાં પકડાયેલા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસે બંનેની ધરપકડની બ્રિટિશ એમ્બેસીને જાણ કરી દીધી હતી. જો કે બંનેને તરત જામીન પર છોડી મૂકાયાં હતાં. બંને બ્રિટિશરના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.519 અને 0.533 ટકા હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જે 0.5 થી વધુ હોવાથી તાલુકા પોલીસે બ઼ંનેની ધરપકડ કરી જામીન મુક્ત કર્યાં હતાં.
વડોદરાઃ અંપાડના અખંડ ફાર્મમાં ઉદ્યોગપતિ જિતેન્દ્ર શાહની પૌત્રીનાં લગ્ન પૂર્વેની શરાબની પાર્ટી પર પોલીસે દરોડો પાડી કરેલા કેસમાં પહેલી ધરપકડ થઈ છે. બ્રિટિશ યુવતી બેન્ઝામીન ઉપકોટ અને યુવક રોબિન બોયડ લોહીના નમૂનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગ્રામ્ય પોલીસે બંનેની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -