વડોદરા: દારૂની મહેફિલના આયોજક ઉદ્યોગપતિ પિતા-પુત્ર છૂટી ગયા, છાતીમાં દુઃખાવો ઉપડતાં થયા હોસ્પિટલાઇઝ્ડ
નોંધનીય છે કે, અખંડ ફાર્મહાઉસમાં યોજાયેલી પાર્ટીમાં પકડાયેલા ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર અલય શાહની તબિયત અચાનક જ લથડી હતી. જીતેન્દ્ર શાહને છેલ્લા 15 વર્ષથી બ્લડપ્રેસરની બીમારી અને 6 વર્ષથી ડાયાબિટીસ છે. જીતેન્દ્ર શાહને છાતીમાં દુઃખાવો અને ગભરામણ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીતેન્દ્ર શાહના પુત્ર અલય શાહને છાતીમાં દુઃખાવો થતાં તેઓને પહેલા જમનાબાઇ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમને એમઆઇસીસીયુમાં દાખલ કરાયા હતાં.
વડોદરાઃ ગત 22મી ડિસેમ્બરે શહેર નજીક આવેલા અખંડ ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ યોજનારા ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર અલય શાહની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જોકે, રિમાન્ડ પૂર્ણ થતાં પહેલા જ પિતા-પુત્રની તબિયત લથડી ગઇ હતી. જોકે બન્ને ડ્રાઇવર અને પિતા-પુત્રના કોર્ટે જામીન મંજૂર કરતાં હાલ પુરતાં તમામને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.
પોલીસની રેડ પડી ત્યારે પાર્ટીમાં દારૂ પિરસવાની શરૂઆત થઇ હતી અને ડાન્સ પણ ચાલુ હતો. આ મહેફિલના કેસમાં પોલીસે ફાર્મહાઉસના માલિક જીતેન્દ્ર શાહ અને અલય શાહની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં પહેલા જ પિતા-પુત્રની તબિયત લથડી ગઇ હતી. જોકે બન્ને ડ્રાયવરો અને પિતા-પુત્રના કોર્ટે જામીન મંજૂર કરતાં હાલ પુરતાં તમામને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.
ગત 22મી ડિસેમ્બરે રાત્રે ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઇ પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં દારૂ પિરસાયો હોવાની પોલીસને બાતમી મળતાં પાર્ટીમાં રેડ પાડી હતી. જેમાં 273 માલેતુજારોની અટકાયત કરી હતી. તેમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં આઇપીએલના પૂર્વ ચેરમેન ચિરાયુ અમીન સહિત ઉદ્યોગપતિ, ડોક્ટર્સ સહિતની મોટી-મોટી હસ્તીઓ હાજર હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -