USAમાં ગુજરાતી બિઝનેસમેનની ગોળી મારી હત્યા કરાઈ, જાણો શું હતું કારણ
અજાણ્યા કાર ચાલકે કૈલાસ બનાની પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં કૈલાશને ગોળી વાગતા તેમનું મોત નિપજ્યું હતું. અમેરિકામાં રહેતા કૈલાશના મોતના સમાચાર વડોદરામાં રહેતા તેમના ભાઈ સહિત પરિવારને મળતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
વડોદરાના આર.વી.દેસાઇ રોડ પર રહેતો કૈલાસ બનાનીનો પરિવાર 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલો છે અને અને અમેરિકાના વર્જિન આયલેન્ડમાં જ્વેલરી સ્ટોર ધરાવે છે. ગત શુક્રવારે સ્ટોર બંધ કરીને તેઓ પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી કાર ઉભી રાખી હતી.
તે સમયે પાછળથી આવેલી કારે તેમની કારને ટક્કર મારી હતી અને કારમાંથી કેટલાંક અજાણ્યા યુવાનો બહાર ઉતર્યા હતાં અને કૈલાશ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને કૈલાસ બનાનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ હત્યારાઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતાં. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
વડોદરાઃ મૂળ વડોદરાના અને અમેરિકાના વર્જિન આયલેન્ડ પર રહેતા કૈલાસ બનાનીની અન્ય કાર ચાલક સાથે ઝઘડો થયો હતો ત્યાર બાદ તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેને લઈને વડોદરામાં રહેતા પરિવારજનો અને મિત્રોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.