વડોદરાઃ ગર્લફ્રેન્ડ સાથેની અંગતપળોની તસવીરો યુવકે FB પર કરી દીધી શેર, જાણો પછી શું થયું?
આ અંગેની મળતી વિગતો પ્રમાણે રાવપુરામાં દવાની દુકાનમાં કામ કરતાં યુવકને પોતાની બહેનની ફ્રેન્ડ સાથે પ્રેમસંબંધો હતા. જોકે, છેલ્લા ત્રણ મહિના પહેલા બંને વચ્ચે સંબંધો વણસ્યા હતા. આ સંબંધો તૂટી જતા ઉશ્કેરાયેલા યુવકે બદલો લેવા તેણે ગર્લફ્રેન્ડ સાથેની અંગતપળોની તસવીરો ફેસબૂક પર વાયરલ કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવકે તસવીરો ફેસબૂક પર મૂક્યા પછી આ તસવીરો યુવતીના પિતા અને મામાને પણ મોકલી આપી હતી. જે તસવીરો મળતા યુવતીનો પરિવાર રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને યુવક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંને વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હોવાનું અને આ સંબંધ તૂટ્યા પછી યુવકે બદલો લેવા માટે આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.
વડોદરાઃ પ્રતાપનગર વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ સાથેની અંગતપળોની તસવીરો ફેસબૂક પર મૂકી દેતાં ચકચાર મચી ગઈ છે. યુવકે આટલેથી ન અટકતા આ તસવીરો યુવતીનો પિતા અને મામાને મોકલી દેતા હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા રાવપુરા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -