વડોદરાઃ રાહુલ ગાંધીએ કોંગ્રેસના ક્યા સ્થાનિક નેતાને કહ્યું, યાર, અબ તક કહાં થે ? પછી શું કરી મજાક ? જાણો
વડોદરાઃ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ બે દિવસ પહેલાં દેડીયાપાડામાં આદિવાસી જાહેર સભાને સંબોધી તે પહેલાં 15 મિનીટ માટે વડોદરા એરપોર્ટ પર રોકાણ કરી કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી સમક્ષ વડોદરા કોંગ્રેસમાં ચાલી રહેલી જૂથબંધી અંગે રજૂઆત થતાં તે આશ્ચર્ય પામ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવક કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી ઋત્વિજ જોષી અને શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુની રજૂઆત કરી હતી. ભથ્થુ છેક 1987થી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પેનલ સાથે જીતે છે તેવી માહિતી આપતાં રાહુલ ગાંધી આશ્ચર્યમાં પડી ગયા હતા.
રાહુલે તેમને આ વખતે અન્યાય નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતું. સાથે સાથે રાહુલ ગાંધીએ એવી મજાક પણ કરી હતી, મેરા ફોટો દિખાકર તુમ તો ઔરોં કો ડરાઓગે નહીં ના ? રાહુલ ગાંધીની આ મજાક સાંભળીને સૌ હસી પડ્યા હતા. રાહુલ આ વખતે સ્થાનિક નેતાઓ સાથે જ એરપોર્ટથી બહાર આવ્યા હતા.
રાહુલે ભથ્થુ સામે જોઇને સવાલ કર્યો હતો કે, યાર, અબ તક કહાં થે ? ભથ્થુએ જવાબ આપ્યો હતો કે, તમારા સુધી મને પહોંચવા દેતા નથી. તેમણે એવી ટીપ્પણી પણ કરી હતી કે, સાહેબ, તમારો ફોટો પોતાની સાથે હોવાનું બતાવીને પક્ષના કેટલાક લોકો અમને ડરાવી રહ્યા છે
કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીની હાજરીમાં જ એકબીજા સામે આક્ષેપો કરતાં રાહુલ ગાંધીની આંખો પહોળી થઇ ગઇ હતી. રાહુલ ગાંધી સમક્ષ શહેર કોંગ્રેસના માજી પ્રમુખ સુરેશભાઇ પટેલે પક્ષમાં જીતે તેવા આગેવાનો અને કાર્યકરોને ચૂંટણી લડવા માટે ટિકીટ અપાતી નથી તેવી રજૂઆત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -