ડભોઇ: એકતરફી પ્રેમમાં પાગલે અચાનક બસમાં યુવતીને માર્યા ચાકુના ઘા અને .....
યુવકે ચપ્પાના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. યુવતીએ ચીસાચીસ કરી મૂકતાં મુસાફરોએ યુવકને બસમાં જ ઝડપી પાડ્યો હતો અને તેને મેથીપાક પણ આપી પોલીસને હવાલે પણ કરી દીધો હતો. બીજી તરફ ઇજાગ્રસ્ત યુવતીને પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે એમએલટીની ભોગ બનનાર વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ પણ ઉત્તમ આ યુવતીને હેરાન કરતો હતો. અઢી વર્ષ અગાઉ પણ યુવતીને જતાં આવતાં હેરાન કરતો હોઈ ચાણોદના આગેવાનોએ ભેગા મળી તેને ચાણોદ પોલીસના હવાલે કર્યો હતો અને તેનાં વાલીને બોલાવીને પણ જાણ કરી હતી. જોકે, તેના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો ન હતો. આ યુવક વડોદરા ખાતે મરીમાતાના ખાંચામાં મોબાઇલ રિપેરિંગની દુકાનમાં નોકરી કરતો હતો.
ડભોઇ: વડોદરા ખાતે એમએલટીનો કોર્સ કરતી ચાણોદ ગામની યુવતી પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ચાલુ બસે જ હુમલો કરી દિધો હતો. ઘરે જઈ રહેલી યુવતીના ગળા પર માંડવા ગામના યુવકે ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલાના કારણે યુવતીએ ચીસાચીસ કરતાં લોકોએ યુવકને પકડી લીધો હતો અને તેને ફટકાર્યો હતો અને આ પછી તેને પોલીસને સોંપી દીધો હતો. યુવતીને હાલ ડભોઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે.
આ અંગેની વિગતો એવી છે કે, ચાણોદ 21 વર્ષિય યુવતી વડોદરા ખાતે એમએલટીનો કોર્સ કરવા માટે રોજ બસમાં અપડાઉન કરે છે. ગઈ કાલે બપોરે વડોદરાથી એસટીબસમાં બેસીને આવી રહી હતી. દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ ઉત્તમ ઝવેરભાઇ માછી પણ બસમાં યુવતીની પાછળની સીટમાં બેસી ગયો હતો. આ પછી અચાનક તેને યુવતીના ગળા પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -