શાહરૂખને જોવા નહી પણ પરિવારને મૂકવા આવેલા ફરીદખાન, વગર વાંકે મોત મળ્યું, હોસ્પિટલ લઈ જવામાં મોડું ભારે પડ્યું
વડોદરા:બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખખાનની વડોદરા રેલવે સ્ટેશન પર એક ઝલક મેળવવા માટે એકઠા થયેલા હજારો ચાહકોએ કરેલી ધક્કામુકીમાં વડાદરોના યુવક ફરીદખાન પઠાણનું કરૂણ મોત થયું. કરૂણતા એ છે કે ફરીદખાન પોતાના પરિવારને મૂકવા સ્ટેશને આવ્યા હતા અને તેમને મોત મળ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરુખે કોચના દરવાજા પર આવી હાથ મિલાવી લોકોનું અભિવદાન કર્યુ હતું અને માઇક વડે ટુંકુ સંબોધન કર્યુ હતું. જો કે લોકોની બુમરાણ એટલી બધી હતી કે શાહરુખ શું બોલે છે તે કોઇને સંભળાતુ પણ ન હતું. 10.50 મિનીટે ટ્રેન વિદાય લીધી હતી.
સમાજવાદી પાર્ટીના નેતા ફરીદખાન પઠાણ પોતાની સાળીને મૂકવા માટે પત્ની અને બે સંતાનો સાથે વડોદરા રેલ્વે સ્ટેશને આવ્યા હતા. શાહરૂખ જે ટ્રેનમાં આવ્યો એ અગસ્ત ક્રાન્તિ એક્સપ્રેસ ટ્રેનમાં જ ફરીદખાને પોતાના પરિવારને બેસાડ્યો હતો અને એ વખતે તેમને કલ્પના પણ નહોતી કે એ ઘરે પાછા નહીં જઈ શકે.
ફરીદખાનના મોત માટે તંત્ર જવાબદાર છે તેવો આક્ષેપ તેમના બનેવીએ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે ફરીદખાનને હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે ડોક્ટરે કહ્યું કે, તેમને 25 મિનિટ પહેલાં લવાયા હોત તો બચાવી લેવાયા હોત. પોલીસે તેમને હોસ્પિટલ લઈ જવામાં દોઢ કલાક કર્યો તેમાં ફરીદખાન મોતને ભેટ્યા.
શાહરૂખને જોવા થયેલી ધક્કા મુક્કીના પગલે બે પોલીસ સહિત ત્રણ વ્યકિત ગૂંગળાઇ જવાથી બેભાન થઇ ગયા હતા. પાંચ વ્યકિતઓ પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ થઇ હતી. શાહરૂખને નિહાળવા લોકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. ચાહકોની ધક્કામુક્કીને અટકાવવા પોલીસને અવાર નવાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
શાહરૂખને જોવા માટે આવેલી ભીડ અચાનક બેકાબૂ થઈ અને શાહરૂખખાનની એક ઝલક મેળવવા માટે લોકોએ ભારે ધક્કામુક્કી કરતાં પોલીસને અવારનવાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેના કારણે પેદા થયેલા અફરાતફરીના માહોલમાં ફરીદખાન ભીંસાઈ ગયા અને મોતને ભેટ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -